રાજકોટમાં જે.પી.નડ્ડાનો હુંકાર, ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે, કોંગ્રેસના ઘડિયાળી આંસુ....'

Gujarat Election 2022: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજકોટમાં પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે સરકારના વિકાસના કામને લોકો સમક્ષ મૂક્યા હતા. ગુજરાત આવેલા જે.પી.નડ્ડાની ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી.

રાજકોટમાં જે.પી.નડ્ડાનો હુંકાર, ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે, કોંગ્રેસના ઘડિયાળી આંસુ....'

Gujarat Election 2022: ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હુંકાર કર્યો. નડ્ડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ પણ જશે.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજકોટમાં પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે સરકારના વિકાસના કામને લોકો સમક્ષ મૂક્યા હતા. ગુજરાત આવેલા જે.પી.નડ્ડાની ZEE 24 કલાક સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ મોટો પરિવાર છે, બધાને સાથે લઈને ચાલે છે. અમારી સરકારે પેટ્રોલ-ડીઝલના બે વખત ભાવ ઘટાડ્યા. ગુજરાતમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થશે. હિમાચલમાં પણ AAPની ડિપોઝિટ જપ્ત થશે. ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નારાજગી મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ મોટો પરિવાર છે બધાને સાથે લઈને ચાલીશુ. મોંઘવારી મુદ્દે એક ઇન્ટરવ્યૂમાં ન કહી શકાય, અમારી સરકારે પેટ્રોલ-ડીઝલના બે વખત ભાવ ઘટાડયા, કોંગ્રેસના ઘડિયાળી આંશુ. જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ ડુલ થાય છે. હિમાચલમાં 69 બેઠકો પર આપ ચૂંટણી લડી રહી છે. રિઝલ્ટ આવે જોજો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પણ ડિપોઝીટ ગુમાવશે. આ વખતે પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં ભાજપ સરકાર બનાવશે.

મહત્વનું છે કે, રાજકોટ વિધાનસભા 70ના (દક્ષીણ) બેઠકના ઉમેદવાર, પ્રભારી અને ઇન્ચાર્જ સાથે J.P. નડ્ડા બેઠક કરી. જેથી તમામ વોર્ડ પ્રમુખોને પણ ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો. વિધાનસભા બેઠકના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટિલાળા ભાજપના ઉમેદવાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news