રાજકોટના પુનિતનગર સર્કલ પર મુકવામાં આવી સત્તાની સાઠમારીનું પ્રતીક 'ખુરશી'!

દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચોરે ને ચૌટે અત્યારે 'ખુરશી'ની કથા મંડાય છે, કોણ જીતશે, કોણ હારશે સહિત તમામ પ્રકારની ચર્ચાઓમાં લોકો ઉતરેલા છે, ખુરશી સમાજમાં અનોખું સ્થાન છે, ઘરથી માંડીને કચેરી સુધી ખુરશીનું મહત્વ હોય છે 

રાજકોટના પુનિતનગર સર્કલ પર મુકવામાં આવી સત્તાની સાઠમારીનું પ્રતીક 'ખુરશી'!

રક્ષિત પંડ્યા/રાજકોટઃ દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચોરે ને ચૌટે અત્યારે 'ખુરશી'ની કથા મંડાય છે, કોણ જીતશે, કોણ હારશે સહિત તમામ પ્રકારની ચર્ચાઓમાં લોકો ઉતરેલા છે, ખુરશી સમાજમાં અનોખું સ્થાન છે, ઘરથી માંડીને કચેરી સુધી ખુરશીનું મહત્વ હોય છે. એવામાં, રાજકોટના પુનિતનગર સર્કલ પર સત્તાની સાઠમારીનું પ્રતીક એવી 'ખુરશી' બનાવવામાં આવી છે. શહેરના સર્કલોને એક નવી ઓળખ આપવાની કવાયતના ભાગરૂપે આ ખુરશી બનાવવામાં આવી છે. 

કેન્દ્ર સરકારના 'સ્માર્ટ સિટી પ્રોજેક્ટ' અંતર્ગત અત્યારે શહેરમાં આવેલા ચાર રસ્તાને જન ભાગીદારીથી ડેવલપ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે દરેક વ્યક્તિ તલપાપડ હોય છે અને તેના માટે તનતોડ પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે. હાલ, દેશમાં દિલ્હીની ગાદીથી માંડીને શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાલી જગ્યા માટે સ્પર્ધા જામેલી છે. 

ખુરશીની આ તમામ ચર્ચાઓ વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન ભાગીદારીથી શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પુનિતનગર સર્કલ ખાતે "સિમ્બોલ ઓફ રીફલેક્શન"ની થીમ આધારિત વિશાળ ખુરશી મુકવામાં આવી છે. આ ખુરશી છેલ્લા બે દિવસથી શહેરમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ અંગે શહેરના કમિશનર બચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, "રાજકોટ શહેર સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા PPP અંતર્ગત શહેરના 50 જેટલા મુખ્ય સર્કલોને ડેવલોપ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પુનિતનગર ચોક ખાતે 15 ફુટ લાંબી ખુરશી મુકવામાં આવી છે. જેની સાથે અન્ય 40 જેટલા સર્કલ પર સમાજને લગતા મેસેજ આધારિત થીમ બેઇઝ સર્કલ તૈયાર કરવામાં આવ્યા છે. હજુ 10 જેટલા સર્કલ બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news