હવે બિદાસ્ત થઈને ગરબા કરજો! એમ્બ્યુલન્સને છોડો, રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા

Heart Attack: યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે ક્રિકેટ રમતા કે પછી ગરબા કે ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે.

હવે બિદાસ્ત થઈને ગરબા કરજો! એમ્બ્યુલન્સને છોડો, રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા

Rajkot Heart Attack: કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઇ સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે. નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, જેને લઇ રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું છે કે રાત્રીના પણ ડોક્ટર્સ અને ટીમ વોર્ડમાં હાજર રહેશે. દવા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 20 બેડ મહિલાઓ માટે, 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે, જ્યારે 10 બેડ સ્પે. કાર્ડિયો માટે તૈયાર કરાયા છે.

છેલ્લા કેટલાક દિવસથી યુવાવસ્થામાં જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે ક્રિકેટ રમતા કે પછી ગરબા કે ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.  જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે. 

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી ગરબા રમતા રમતા હાર્ટ  અટેક આવી જતાં અનેક યુવાનોના મોત થયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા બની ચૂક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબામાં પણ હાર્ટ અટેકની શક્યતાને અને ચિંતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલે આ સેવા શરૂ કરી છે. જેથી સત્વરે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય.          

રંગીલા રાજકોટમાં બે દિવસમાં 5નાં મોત
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હાર્ટ એટેકથી ગઈકાલે (મંગળવાર) ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રાજકોટમાં ગૌતમ વાળા, બોદુભાઈ હમિરાની દિલીપભાઈ સોલંકીએ હાર્ટ એટેકના કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા. 26 વર્ષનો ગૌતમ વાળા, 48 વર્ષના બોદુભાઈ અનેં 50 વર્ષના દિલીપ ભાઇનું હ્રદય એકાએક બંધ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ત્રણે વ્યક્તિના પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news