રાજકોટમાં કોરોના મૃત્યુ આઉટ ઓફ કન્ટ્રોલ : 5 દિવસમાં 66 મોત, 11 દિવસમાં 102 મોત

રાજકોટમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ બની રહી છે. હોળી બાદ મૃત્યુઆંક ડબલ આંકડામાં થઈ ગયો છે. જેનાથી હવે ચેતી જવાની જરૂર આવી પડી છે. રાજકોટમાં મોતના આંકડા પર નજર કરીએ તો, એક જ દિવસમાં 19 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. તો રાજકોટમાં 11 દિવસમાં કોરોનાથી 102 મોતનો આંકડો સામે આવ્યો છે. માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. આ વચ્ચે રાજકોટમાં નવી તસવીરો સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ સાથે વાત કરવા તેમની સગાસંબંધીઓની પડાપડી થઈ રહી છે. પોતાના દર્દીને યોગ્ય સારવાર મળી રહી છે કે નહિ, અને તેમની તબિયત કેવી છે તે જાણવા માટે સંબંધીઓ લાઈન લગાવીને ઉભા છે. જેઓ વીડિયો કોલ દ્વારા દર્દીઓ સાથે વાત કરાવવામાં આવી રહી છે. 
રાજકોટમાં કોરોના મૃત્યુ આઉટ ઓફ કન્ટ્રોલ : 5 દિવસમાં 66 મોત, 11 દિવસમાં 102 મોત

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાની સ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ બની રહી છે. હોળી બાદ મૃત્યુઆંક ડબલ આંકડામાં થઈ ગયો છે. જેનાથી હવે ચેતી જવાની જરૂર આવી પડી છે. રાજકોટમાં મોતના આંકડા પર નજર કરીએ તો, એક જ દિવસમાં 19 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. તો રાજકોટમાં 11 દિવસમાં કોરોનાથી 102 મોતનો આંકડો સામે આવ્યો છે. માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. આ વચ્ચે રાજકોટમાં નવી તસવીરો સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ સાથે વાત કરવા તેમની સગાસંબંધીઓની પડાપડી થઈ રહી છે. પોતાના દર્દીને યોગ્ય સારવાર મળી રહી છે કે નહિ, અને તેમની તબિયત કેવી છે તે જાણવા માટે સંબંધીઓ લાઈન લગાવીને ઉભા છે. જેઓ વીડિયો કોલ દ્વારા દર્દીઓ સાથે વાત કરાવવામાં આવી રહી છે. 

મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન જરૂરી 
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી બન્યું છે. જો આંકડા વધતા જશે તો પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જશે. 

  • 26 માર્ચે - 8
  • 27 માર્ચે - 6
  • 28 માર્ચે - 4
  • 29 માર્ચે - 6
  • 30 માર્ચે - 3
  • 31 માર્ચે - 9
  • 1 એપ્રિલે - 11
  • 2 એપ્રિલે - 12
  • 3 એપ્રિલે - 13
  • 4 એપ્રિલે - 14
  • 5 એપ્રિલે - 16

આ પણ વાંચો : એકમાત્ર ફોકસ કોરોના પર, ગુજરાત સરકારના આ 7 નિર્ણય વાયરસને હંફાવશે

કોવિડ હોસ્પિટલમાં સ્વજનોની લાંબી લાઈન લાગી 
દર્દીઓના સ્વજનોના ખબર પૂછવા પણ લાંબી લાઈનો પડી રહી છે. રાજકોટમાં સ્વજનોની ખબર પૂછવા માટે કોવિડ હોસ્પિટલમાં લાઈનો લાગી છે. આ માટે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હેલ્પ ડેસ્ક ઉભું કરાયું છે. કોવિડ પોઝિટિવ સ્વજનોની સાથે વીડિયો કોલિંગ માટે લાંબી કતારો પડી છે. જેથી સ્વજનો બહારથી વીડિયો કોલ દ્વારા દર્દીઓ સાથે વાત કરી શકે છે. દર્દીના સબંધીઓ તરફથી ફરિયાદો ઉઠી રહી છે કે, દર્દીઓને દાખલ કર્યા પછી તેમની તબિયત બગડી રહી છે. એન્ટીજન રેપીડ ટેસ્ટ કર્યા પછી સિવિલમાં RT-PCR ટેસ્ટ જ નથી કરતા. તેથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : ઉત્તર કોરિયાનો તાનાશાહ કીમ જોંગ પણ જેમની સામે ઘૂંટણીયે ટેકે છે, તે સાધુ ગુજરાતના એક બીચ પર કરી રહ્યાં છે સાધના

તો બીજી તરફ, રાજકોટમાં કોરોના હોસ્પિટલોના બેડ પર કોઈ અંકુશ નથી રહ્યો. બેડ ફૂલ થઈ રહ્યાં છે. મોરબીમાં કોરોના કેસ વધતા દર્દીઓને રાજકોટમાં રીફર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 28 એમ્બ્યુલન્સ મોરબીથી દર્દીઓને લઈને આવી છે. જેથી કહી શકાય કે, મોરબીમાં કોરોનાની ગંભીર સ્થિતિ બની રહી છે. આ આંકડા પરથી નવો સ્ટ્રેઇન મોરબી જિલ્લામાં હોવાની શક્યતા દેખાઈ રહી છે. જો મોરબીથી વધુને વધુ દર્દી રાજકોટ રીફર કરાશે તો રાજકોટમાં પણ પરિસ્થિતિ બગડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news