Lok Sabha Election Result: ક્ષત્રિય સમાજનો વિરોધ ભારે પડ્યો? આ બે રાજ્યમાં ભાજપની દશા બેસી ગઈ, અર્શ પરથી ફર્શ પર આવી ગયા!
Lok Sabha Election Result: ભાજપને આ રાજ્યોમાં નુકસાન જોતા એવી પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે ક્ષત્રિયોનો અસંતોષના કારણે પણ ભાજપની આ સીટો ઘટી હોઈ શકે છે. કે પછી રામ મંદિર ટ્રસ્ટમાં સમુદાયની અનદેખીનો પણ પાર્ટીના વોટ શેર પર પ્રતિકૂળ અસર પડી. અયોધ્યાના પરિણામો જોઈએ તો ખબર પડે કે રાજપૂત સમાજની અસહમતિ હાવી રહી છે.
Trending Photos
લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે અત્યંત ચોંકાવનારા સાબિત થયા છે. આવા પરિણામો કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પાર્ટી બહુમતથી છેટે 240 સીટો પર સમેટાઈ ગઈ. જ્યારે પાર્ટીનો નારો તો 400 પારનો હતો. ભાજપને સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશથી મળ્યો છે. જ્યાં પાર્ટીને ફક્ત 33 સીટો મળી છે જેની સીધી અસર બહુમતના આંકડા પર પડી. અત્રે જણાવવાનું કે ગઈ ચૂંટણીમાં ભાજપને યુપીથી 62 સીટો મળી હતી. પરંતુ આ વખતે 29 સીટો સરકી ગઈ અને આ સાથે જ બહુમત પણ દૂર થયો.
બીજી બાજુ અન્ય એક રાજ્ય રાજસ્થાનમાં પણ ભાજપ છેલ્લી 2 ચૂંટણીથી સતત ક્લીન સ્વીપ કરતો હતો ત્યાં પણ સીટો ઘટી ગઈ. ભાજપને આ રાજ્યોમાં નુકસાન જોતા એવી પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે ક્ષત્રિયોનો અસંતોષના કારણે પણ ભાજપની આ સીટો ઘટી હોઈ શકે છે. કે પછી રામ મંદિર ટ્રસ્ટમાં સમુદાયની અનદેખીનો પણ પાર્ટીના વોટ શેર પર પ્રતિકૂળ અસર પડી. અયોધ્યાના પરિણામો જોઈએ તો ખબર પડે કે રાજપૂત સમાજની અસહમતિ હાવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ કરણી સેનાના યુપી અધ્યક્ષ રાકેશ સિંહ રઘુવંશીએ કહ્યું કે સરકાર રામ મદિર આંદોલનનો શ્રેય અન્ય સમુદાયોને કેવી રીતે આપી શકે. મંદિર માટે સૌથી વધુ લડાઈ ચલાવનારા ક્ષત્રિયોને સંપૂર્ણ રીતે કેવી રીતે નજર અંદાજ કરી શકે. રામ મંદિર ટ્રસ્ટમાં સમાજના નેતા માટે કોઈ જગ્યા ન હોવાના કારણે સમાજનો પાર્ટી પરથી ભરોસો ઉઠી ગયો છે. રઘુવંશીએ કહ્યું કે મહારાજ જયચંદ્ર ગહરવાર માટે કોઈ પણ તથ્ય વગર અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કરીને સમુદાયને ગાળ આપવી, રાજા માનસિંહ અને અન્ય રાજપૂત રાજાઓ પર અપમાનજનક ટિપ્પણી કરીને સમગ્ર સમુદાયની મજાક ઉડાવવી, દેશને આકાર આપવામાં અને મંદિરોના નિર્માણ તથા બચાવવામાં ક્ષત્રિયોના યોગદાનને બદનામ કરવું અને કેટલાક રાજાઓને રાષ્ટ્રીય નાયક તરીકે આગળ વધારવા એ પણ સમાજની અસહમતિનું કારણ બન્યા.
ક્ષત્રિય સમાજમાં અસંતોષ જોવા મળ્યો
વાત જાણે એમ છે કે ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ અસંતોષના કારણે આ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિ ખરાબ જોવા મળી એવું કહીએ તો ખોટી નહીં હોય. અસંતોષની આગ લાંબા સમયથી સળગી રહી હતી અને છેલ્લા બે-ત્રણ વર્ષોમાં અનેક વિવાદો દરમિયાન પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયા ટ્રેન્ડ જોવા મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અને ક્ષત્રિય ઈતિહાસને તોડી મરોડીને રજૂ કરવાના આરોપો, ખાસ કરીને મિહિરભોજ વિવાદ, સમુદાયના નેતાઓને ઓછી ટિકિટ આપવી, અને અગ્નિપથ યોજના જેવા અનેક મહત્વના મુદ્દાઓને પગલે સમુદાયે દેશભરમાં અનેક મહાપંચાયતો કરી. ભલે રૂપાલાએ રાજકોટથી પોતાની સીટ જીતી લીધી પરંતુ પાર્ટી બનાસકાંઠા સીટ હારી, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી દીધા. આમ ભાજપની ક્લીનસ્વિપની ઈચ્છા ફળી નહીં.
રાજસ્થાનમાં પણ ભાજપે ગુમાવી સીટો
ભાજપે પાડોશી રાજસ્થાનમાં પણ 11 સીટો ગુમાવી જ્યાં આવા આંદોલન થતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાન યુનિવર્સિટીના પૂર્વ છાત્ર નેતા લોકેન્દ્રસિંહ કિલાનૌત કહે છે કે ઈતિહાસ વિકૃત કરવાનો વિરોધ ગંભીરતાથી ન લેવો, ટિકિટ આપવામાં પક્ષપાતપૂર્ણ વલણ, EWS છૂટની અવગણના કરવી, શુભકરણ ચૌધરી જેવા નેતાઓને ટિકિટ આપવી, જે રાજપૂત વિરોધી નિવેદનો માટે જાણીતા છે, સમાજ દ્વારા ભાજપથી પોતાને દૂર કરવા પાછળ કેટલાક મહત્વના કારણો છે. ભાજપે એવા ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી, જે ગત ચૂંટણીઓમાં હારી ગયા હતા અને રાજપૂત ઉમેદવારોની અવગણનાએ અસંતોષ વધાર્યો. રાજસ્થાનમાં નવી સરકારની રચના બાદ એક વિશેષ સમુદાયને પ્રમુખ પદો પર રાખવાનો પણ આરોપ થઈ રહ્યો છે જેના કારણે પણ ક્ષત્રિય સમુદાય ભાજપથી દૂર થયો હોવાનું કહેવાય છે.
યુપીમાં તો રાજકીય ભૂકંપ!
ભાજપે સૌથી મોટી હારનો સામનો મહત્વના રાજ્ય યુપીમાં કરવો પડ્યો. જ્યાં એનડીએની સીટો આ ચૂંટણીમાં 62થી ઘટીને 33 થઈ ગઈ. સમાજવાદી પાર્ટીની સીટોમાં બંપર ઉછાળો જોવા મળ્યો. યુપીમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન, ક્ષત્રિય ઈતિહાસ વિકૃત કરવાનો આરોપ, અગ્નિવીર યોજના, ઈડબલ્યુએસ યોજનામાં છૂટથી ઈન્કાર કરવો વગેરે સામેલ છે. 2014માં પાર્ટીએ 21 ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાંથી 19 જીત્યા. આ વખતે ફક્ત 10 ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી.
ભાજપ વિરુદ્ધ રેલીઓ કરનારા ખેડૂત મજૂર સંગઠનના ઠાકુર પૂરણ સિંહને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે પાર્ટી વિચારી શકે છે કે નોઈડાથી મહેશ શર્મા અને ગાઝિયાબાદથી અતુલ ગર્ગ જેવા લોકોને ટિકિટ આપવાથી કોઈ અસર નહીં પડે કારણ કે શહેરી મતદારો તેમને ચૂંટણી જીતાડી દેશે. પરંતુ આ બંને ક્ષત્રિય બહુમતીવાળી સીટો છે અને મિહિર ભોજ વિવાદ દરમિયાન મહેશ શર્માના પક્ષપાતીપૂર્ણ કાર્યોનો સમાજ પર પ્રભાવ પડ્યો છે અને તેમણે લગભગ તમામ બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂપ રહ્યો કે પછી સમ્રાટ મિહિર ભોજને ગુર્જર, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને ગુર્જર, સમ્રાટ અનંગપાલ તોમરને જાટ કે ક્યારેક ગુર્જર, રાજા પોરસ (પુરુ)ને જાટ તો ક્યારેક આહીર, રાજા પૂંજા સોલંકીને ભીલ, સુહેલદેવ બેસને રાજભર, આલ્હા અને ઉદલ, બનાવીને રાજપૂત સેનાપતિઓને આહીર, અને અનક અન્ય ને ક્ષત્રિય ઈતિહાસમાં સામેલ કરવાના ઇતિહાસને વિકૃત કરવામાં મદદ કરી. તેઓ સમાજ પાસેથી શું અપેક્ષા રાખે છે? તેમણે કહ્યું કે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથના પ્રયત્નો છતાં સમાજે બીજો રસ્તો પસંદ કર્યો. મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયનની હાર સમાજને શાંત કરાના અસફળ પ્રયત્નોમાંથી એક પરિણામ દેખાય છે.
મીડિયા રિપોર્ટમાં ઉત્તર ભારતની સેનાની ફેક્ટરી કહેવાતા સાઠા ચૌરાસી ક્ષેત્રના બિસાહડા ગામના રહીશ આદિત્ય રાણા જણાવે છે કે બાલિયાન પર જાતિવાદી હોવાો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમણે ઠાકુર ચૌવીસી ( ક્ષત્રિય સમાજના 24 ગામ)થી ભગાડવામાં આવ્યા હતા અને તેમના કાફલા ઉપર પણ હુમલો કરાયો હતો. તેમની હાર નિશ્ચિત હતી કારણ કે વારંવાર ફરિયાદ કરવા છતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી. બીજી બાજુ મેજર (રિટાયર્ડ) હિમાંશુ સોમે કહ્યું કે અગ્નિવીર યોજના અને EWS પર છૂટ પર ચૂપ્પીએ પણ સમાજ વચ્ચે અસંતોષ વધારવાનું કામ કર્યું. મુખ્ય રીતે ગામડાઓમાં ક્ષત્રિય યુવાઓ સેના માટે તૈયારી કરતા હતા પરંતુ અગ્નિવીર યોજનાએ તેમના સપના અને સૌથી મનગમતા આજીવિકા વિકલ્પને છીનવી લીધો. જે લોકો જાય છે તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી. આથી ઉમેદવારોની સંખ્યા પણ ઘટી છે. વાંરવાર રજૂઆત છતાં સરકાર બંને મુદ્દાઓ પર ચૂપ રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે