upleta

ગુલાબને લાગ્યુ ગ્રહણ : જ્યાં ફૂલ ખીલવાના હતા, ત્યાં પૂરના પાણી ફરી વળ્યાં 

ચાલુ વર્ષે થયેલ અનરાધાર વરસાદે અનેક ખેડુતો અને લોકોને મોટું નુકસાન કર્યું છે. જેમાં ખેતી પાકોમાં નુકસાન થવા સાથે સાથે ફૂલોની ખેતીને પણ નુકસાન થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોના ગુલાબનો પાક નિષ્ફળ ગયો છે અને મોટું નુકસાન થયું છે. 

Oct 14, 2021, 04:10 PM IST

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો, ડુંગળીના પાકને ભારે નુસકાન

સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદે અનેક પાકોનું ધોવાણ કર્યું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનું ધોવાણ કર્યું છે

Oct 5, 2021, 12:44 PM IST

UPLETA ના આ વિસ્તારની પુર પછીની પરિસ્થિતિ જોશો તો આંખમાં આંસુ આવી જશે

શહેરના નાગનાથ ચોક પાસે આવેલ જડેશ્વર નગર વિસ્તારમાં નદી અને વોંકળાના પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પણ વરસાદના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપલેટાના વોર્ડ નંબર 3 માં આવેલ નાગનાથ ચોક પાસેના જડેશ્વર નગર બેટમાં ફેરવાઈ ગયું છે. 

Sep 14, 2021, 11:17 PM IST

Rajkot: ઉપલેટા નજીક ઇકો કારનો ઇકસ્માત, બે લોકોના મોત, ત્રણને ઈજા

પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલટી મારી ગઈ હતી. 
 

Aug 30, 2021, 01:47 PM IST

ઉપલેટાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો, 11 ગામોના પીવાની પાણીની સમસ્યા ઉકેલાઈ

ઉપલેટા અને ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉપલેટા, ભાયાવદર અને જૂથ યોજના હેઠળના 11 ગામોના પીવાના પાણીની સમસ્યા 24 કલાકમાં ઉકેલી નાખી. આ ગામોને પીવાનું પાણી પૂરું પડતો વેણુ 2 ડેમને 24 કલાકમાં ઓવરફ્લો કરી દીધો હતો

Jul 27, 2021, 06:51 PM IST

ગુજરાતના આ ગામમાં કેદારનાથ જેવી સ્થિતિ, વાદળ ફાટતા 10 ઇંચ વરસાદ, તમામ રોડ રસ્તા ધોવાઇ ગયા

લાંબા વિરામ બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર ભરમાં પ્રવેશ કર્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા છે, ત્યારે ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. જેમાં મોટીમારડ ગામમાં ધોધમાર  10 ઇંચ જેવો વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ગામની હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. ગઈકાલે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં રાજકોટ શહેર બાદ તેના તમામ તાલુકા માં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા તો કોઈ જગ્યાએ મેઘરાજાએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ હતું. 

Jul 26, 2021, 05:05 PM IST

સતત બીજા દિવસે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખના સ્વાગત કાર્યક્રમમાં નિયમોના ધજાગરા ઉડ્યા

  • પ્રદેશ યુવા પ્રમુખના સ્વાગતના સમયે ખુદ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાવ્યા
  • ભાજપની કારોબારી બેઠકમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યા

Jul 9, 2021, 04:09 PM IST

Somnath મહાદેવ મંદિરના પ્રાંગણમાં મર્ડર: જમવા જેવી નજીવી બાબતે થઇ હતી માથાકૂટ

2 દિવસ પહેલા ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ના આંગણામાંથી એક વૃદ્ધની લાશ (Dead Body) મળી હતી. પ્રાથમિક તપાસમાં લાશ જોતા લાશને ઢસડવામાં આવી હતી.

Jun 16, 2021, 11:01 PM IST

દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો

ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી હતી

Jun 5, 2021, 04:43 PM IST

3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને પણ મળ્યું ઓનલાઈન વેક્સીનેશન સર્ટિફિકેટ!

ઉપલેટા (Upleta) માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે અને તેના નામનું સિર્ટીફીકેટ (certificate)  પણ આપી દેવામાં આવ્યું છે. એક મૃતક (Death) ને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

May 30, 2021, 02:20 PM IST

ગુજરાતના એક શહેરે 30 મે સુધી લંબાવ્યુ લોકડાઉન

  • ચ્છિક લોકડાઉનનો પોઝિટિવ ફાયદો જોવા  મળ્યો છે. કોરોનાના કેસમાં 45 ટકા જેટલો ઘટાડો થયો
  • ઉપલેટાના સ્મશાનમાં અગાઉ 6 થી 8 જેટલા મૃતદેહો દરરોજ આવતા હતા. પરંતુ ગઈ કાલે એક પણ મૃતદેહ સ્મશાને આવ્યા ન હતા

May 13, 2021, 12:53 PM IST

ઉપલેટાનાં કોવિડ સેન્ટરમાં જામી ડાયરાની રમઝટ, એકાએક કોરોના દર્દીઓ ઉભા થવા લાગ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા સંચાલિત ચાલી રહેલા સરકારી કોવીડ કેર સેન્ટરની અંદર દાખલ થયેલા દર્દીઓને મનોરંજન, હાસ્યરસ અને હિંમત તેમજ રોગની તકલીફ દૂર કરવા અર્થે ઉપલેટા શહેરના દેવરાજ ગઢવી દ્વારા દાખલ થયેલ દર્દીઓને સાહિત્યના અને હાસ્યના તમામ પ્રસંગોના મધુર રસપાન કરાવી દર્દીઓને ખુશ કરવા અને પીડામાંથી રાહત આપી દર્દીઓ વહેલી તકે સાજા થાય તે માટે હિંમત આપી અને દર્દીઓનું મનોબળ વધારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

May 9, 2021, 05:33 PM IST

ઉપલેટામાં માનવતા મહેકી, ગરીબ પરિવારના કોરોના દર્દીને લઈ જવા રિક્ષાની ફ્રી સેવા

ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં આર્થિક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે તે માટે રિક્ષાને જ એમ્બ્યુલન્સની જેમ દર્દીઓની સેવામાં 24 કલાક ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.

May 3, 2021, 09:43 PM IST

કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત

જ્યાં સુધી ધોરાજી (Dhoraji) અને ઉપલેટા (Upleta) ની કોરોનાની દવા અને ઈન્જેકશનની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી.

Apr 28, 2021, 03:42 PM IST

ઉપલેટામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રેલી સાથે યોજાયો જનસંપર્ક કાર્યક્રમ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલી સીટ માટે મુરતિયાઓ લાઈન લગાવીને બેઠા હોય ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા દિવસ ભરનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો

Jan 18, 2021, 03:45 PM IST

વરસાદી પૂરથી પાક પર ફરી વળ્યું પાણી, સર્વે કરતી ટીમોની કામગીરી પર શંકા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાદર - ૧ અને ૨ તથા મોજ ડેમના દરવાજાઓ મોટા પ્રમાણમાં ખોલી નાખવામાં આવેલા જેને લઇને ભાદર નદીના કાંઠા વિસ્તારના ઈસરા ગામે પાણીના પુર ફરી વળ્યા હતા. 

Sep 7, 2020, 10:47 PM IST
Zee 24 Kalak Special Conversation With Upleta Farmers PT3M40S