Rajkot: ફ્લેટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર CID ક્રાઇમનો દરોડો, 5 શખ્સો ઝબ્બે

પોલીસે પાંચ શખ્સો પાસે થી ટી.વી, 26 મોબાઈલ અને 2 લેપટોપ સહિત 3 લાખ 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે નામચિન બુકી દિપક ચંદારાણા અને અલાઉદિન નામનો શખ્સ હજાર ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Rajkot: ફ્લેટમાં ધમધમતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર CID ક્રાઇમનો દરોડો, 5 શખ્સો ઝબ્બે

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં યુનિવર્સિટી રોડ પર ચાલતા સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજે ગાંધીનગર CID ક્રાઇમની CI સેલ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. નામચિન બુકી દિપક દિનેશ ચંદારાણા ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી. CID ક્રાઇમના દરોડા (Raid) માં ઓસ્ટ્રેલિયા (Austrelia) બાંગ્લાદેશના ક્રિકેટ મેચ (Cricket Match) પર સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે પાંચ શખ્સો પાસે થી ટી.વી, 26 મોબાઈલ અને 2 લેપટોપ સહિત 3 લાખ 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે નામચિન બુકી દિપક ચંદારાણા અને અલાઉદિન નામનો શખ્સ હજાર ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન (Police Station) માં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસ કેમ ઉંઘતી ઝડપાઇ?
રાજકોટ (Rajkot) ના યુનિવર્સિટી રોડ પર આવેલા સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા (Cricket Betting) પર ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા દરોડો કરવામાં આવ્યો. જેમાં રાજકોટની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. પોલીસ (Police) બેડામાં ચાલતી ચર્ચા મુજબ, નામચિન બુકી અલાઉદીન સહિત 4 શખ્સોની ક્રિકેટ સટ્ટા માટેની આઈ.ડી ચાલી રહી છે. આ તો તેના ટાઉટ જ પકડાયા છે. અગાઉ પણ જ્યાં જ્યાં ક્રિકેટ સટ્ટા (Cricket Betting) પકડાયા છે ત્યાં અલાઉદિનનું નામ ખુલ્યું છે પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

શું હવે સ્થાનિક પોલીસ કરશે બુકીઓની ધરપકડ ?
અગાઉ પણ 2019માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રામકૃષ્ણનગરમાં ફ્લેટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા (Cricket Betting) ઉપર દરોડો (Raid) પડી 8 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં પણ દિપક ચંદારાણા સહિત 63 લોકોના નામ ખુલ્યા હતા. જ્યારે 5 ઓક્ટોબરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન (Police Station) ના પી.આઈ બી.એમ.કાતરિયા અને ટીમે ગાયકવાડીમાં દરોડો કર્યો હતો. જેમાં પણ 13 લોકો ઝડપાયા હતા. જોકે મુખ્ય બુકી સુધી રાજકોટ પોલીસના હાથ પહોંચતા નથી કે પછી પોલીસની નજર હેઠળ જ આ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news