સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ, નરેશ પટેલ બાદ કયા દિગ્ગજ પાટીદાર નેતાએ 10 ટિકિટ માંગી?
Gujarat Election 2022: મહત્વનું છે કે, પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલના લો્બિંગ પછી જયરામભાઈ પટેલનો સૂર ઉઠ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થયું છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટમાં ખોડલધામે લોબીંગ શરૂ કર્યું છે. ત્યારે નરેશ પટેલ બાદ જેરામ પટેલ માટે લોબિંગ રાજકોટમાં લોબીંગા શરૂ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોને ટિકિટ ફાળવવા સૂર ઉઠ્યો છે. રાજકોટ પશ્ચિમ સહીત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટની માગ કરાઈ છે. સીદસર ઉમિયાધામના જેરામ પટેલે ટિકીટની માગ કરી છે.
મહત્વનું છે કે, પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલના લો્બિંગ પછી જયરામભાઈ પટેલનો સૂર ઉઠ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થયું છે. રાજકોટ પશ્ચિમ સહીત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ કડવા પાટીદારને ફાળવવા સૂર ઉઠ્યો છે. સીદસર ઉમિયાધામના જયરામ બાપાએ આ માંગ ફરી કરી છે. રાજકોટ પશ્ચિમ, ઉપલેટા, જામજોધપૂર, મોરબી, કેશોદ, માણવદર સહીત 10 ટિકિટમાં સમાજને પ્રાધાન્યની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ તમને જણાવી દઈએ કે માણવદરમાં કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવાર નારણભાઈ લાડાણીને ઉતાર્યા છૅ.
મહત્વનું છે કે રાજકોટ પશ્ચિમ સહીત સૌરાષ્ટ્ર માં 10 ટિકિટ કડવા પાટીદારને ફાળવવા સૂર ઉઠ્યો છે. જેમાં રાજકોટ પશ્ચિમ, ઉપલેટા, જામજોધપૂર, મોરબી, કેશોદ, માણવદર સહીત 10 બેઠકમાં સમાજને પ્રાધાન્ય આપવાની માગ છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી હતી. સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે, શુક્રવારે નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ફરી ભાજપના મવડી મંડળની મુલાકાત કરી હતી. નરેશ પટેલ ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણ ગરમાયું હતું. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા હતા. તો હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ કરી છે. ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે