Rajkot: રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના આ ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા

Rajkot: વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા. 

Rajkot: રાજકોટમાં વોર્ડ નંબર 16માં ભાજપના આ ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા

ઝી મીડિયા, રાજકોટ:  ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. રાજકોટના 18 વોર્ડની 72 બેઠકો માટે મતદાન થયું હતું. રાજકોટ મનપામાં બહુમત માટે 37 બેઠકોની જરૂર છે. હાલ જે મતગણતરી ચાલી રહી છે તેમાં ભાજપને જંગી બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેન માત્ર 11 મતે જીત્યા. 

વોર્ડ નંબર 16માં ભાજપના ઉમેદવાર માત્ર 11 મતથી જીત્યા
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 16માં ભાજપના રૂચિતાબેનને 8600 મત મળ્યા જ્યારે કોંગ્રેસના રસીલાબેન ગેરીયાને 8589 મતો મળ્યા. 

વોર્ડ નંબર 1માં ભાજપ જીત્યું
રાજકોટના વોર્ડ નંબર1માં ભાજપની પેનલે જીત મેળવી  ડો. અલ્પેશ મોરજરીયા , દુર્ગાબા જાડેજા , ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત. 

વોર્ડ નંબર 8માં ભાજપની જીત
ભાજપે વોર્ડ નંબર 8માં ભવ્ય જીત મેળવી છે. વોર્ડ નં.8માં ભાજપના ઉમેદવાર અશ્વિન પાંભરને 16752, ડો.દર્શના પંડ્યાને 15742, પ્રીતિ દોશીને 14464 મત, બિપિન બેરાને 14338૮ મત વિરાણી હાઈસ્કૂલથી વિજય સરઘસ

વોર્ડ નંબર 7,13માં ભાજપની જીત
રાજકોટના વોર્ડ નંબર 7 અને 13માં ભાજપની પેનલની જીત થઈ છે. ધારાસભ્ય ગોવિંદ પટેલના 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપે જીત મેળવી છે. જ્યારે 14, 17, 18ના પરિણામ  બાકી છે. 7,13,14,17,18 ની જવાબદારી ગોવિંદ પટેલની હતી. 

24 બેઠકો પર ભાજપની જીત
રાજકોટમાં 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. 8 બેઠક પર ભાજપ આગળ છે અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news