સુરતમાં AAP નું અત્યંત ચોંકાવનારું પ્રદર્શન, હાર્દિક પટેલને મોટો ઝટકો, જાણો કેટલી જીતી બેઠકો?
સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે.
Trending Photos
સુરત: ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવાદ (Ahmedabad) , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે. આપ 16 બેઠકો પર જીતી ગઈ છે.
પક્ષવાર સ્થિતિ
સુરત (Surat) મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાં અત્યાર સુધીમાં જે પરિણામ જોવા મલ્યા છે જેમાં 2, 4 3 અને 16 વોર્ડ માં આમ આદમી પાર્ટીની આખી પેનલે જીત મેળવી છે. આમ કુલ 16 બેઠકો પર આમ આદમી પાર્ટી જીતી છે. જ્યારે કેટલીક બેઠકો પર આગળ છે. બધુ મળીને સુરતમાં ભાજપના ફાળે 55, આમ આદમી પાર્ટીને 21 બેઠકો જતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ તરફની નારાજગીનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો હોય તેવું લાગે છે.
અત્રે જણાવવાનું કે સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2015માં ભાજપે ચૂંટણી જીતી હતી. સુરતમહાનગરપાલિકાની કુલ બેઠકમાંથી ભાજપે 80 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 36 બેઠક જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે