NCPના પ્રદેશ અધ્યક્ષ માસ્ક વગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચેલા રેશમા પટેલની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

રેશમા પટેલ (Reshma Patel) અને કાર્યકર્તા સરકારની નિષ્ફળતા કારણે રજુઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ખુદ રેશમા પટેલ માસ્ક (Mask) પહેર્યા વગર નજરે પડ્યા હતા. જે બાદ પોલીસે રેશમા પટેલ (Reshma Patel) સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

NCPના પ્રદેશ અધ્યક્ષ માસ્ક વગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચેલા રેશમા પટેલની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે NCP ના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ (Reshma Patel) કાર્યકર્તા સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. રેશમા પટેલ (Reshma Patel) અને કાર્યકર્તા સરકારની નિષ્ફળતા કારણે રજુઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ખુદ રેશમા પટેલ માસ્ક (Mask) પહેર્યા વગર નજરે પડ્યા હતા. જે બાદ પોલીસે રેશમા પટેલ (Reshma Patel) સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

NCP ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ (Reshma Patel) આજે કાર્યકર્તાઓ સાથે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બનતા કોરોના કાબુમાં લેવા સરકાર નિષ્ફળ ગયેલ હોવાના આક્ષેપ સાથે રજુઆત કરવા પહોંચાય હતા. જો કે આ સમયે ખુદ રેશમા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા અને નિયમ નો ઉલાડીયો કર્યો હતો. જે સમયે વિરોધ કરતા NCP ના મહિલા અધ્યક્ષ રેશમાં પટેલ  સહિત કાર્યકર્તાઓની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી હતી. 

ભાજપ (BJP) દ્વારા પણ આજે ઠેર ઠેર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપે પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભાજપ (BJP) ના કાર્યકર્તા પર થયેલ હુમલા વિરોધમાં ધરણા કાર્યક્રમનું અયોજન કર્યું હતું. તે સમયે સોરઠીયા વાળી સર્કલ ખાતે વિરોધ કરતા ભાજપ (BJP) ના નેતાઓ આગેવાનો સામે જાગૃતિ નાગરિકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જો કે આ સમયે ભક્તિનગર પોલીસે ધરણા કરતા નેતાઓ બદલે જાગૃત નાગરિકોની અટકાયત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news