જસદણની પાંચ મહિનાથી ગુમ હીના સિંગાપોરથી મળી આવી, દરેક માતાપિતા માટે ચોંકાવનારો કિસ્સો

Rajkot Missing Girl Found In Singapore : જસદણની હીનાબેન હિરપરા ગત જુલાઈ મહિનામાં અચાનક ઘરેથી ગુમ થઈ હતી, પાંચ મહિના બાદ હીના સિંગાપોરથી પરિણીત હોવાના સમાચાર આવ્યા

જસદણની પાંચ મહિનાથી ગુમ હીના સિંગાપોરથી મળી આવી, દરેક માતાપિતા માટે ચોંકાવનારો કિસ્સો

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના જસદણથી ગુમ થયેલી યુવતી પાંચ મહિના બાદ સિંગાપોર ખાતે મળી આવી છે. ગ્રામ્ય SOG દ્વારા યુવતીને સિંગાપોરમાંથી શોધી કાઢવામાં આવી છે. યુવતી ગત જુલાઈ મહિનામાં જસદણથી ગાયબ થઈ હતી. જોકે, પાંચ મહિના બાદ સામે આવ્યું કે, ગાયબ થયા બાદ યુવતીએ લગ્ન કરી લીધા હતા. ગ્રામ્ય SOG દ્વારા યુવતીને તેના વડીલો સાથે વાતચીત કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસે સંપર્ક કરાવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણની હીનાબેન હિરપરા ગત જુલાઈ મહિનામાં અચાનક ઘરેથી ગુમ થઈ હતી. જેના બાદ તેના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તે ગુમ થઈ છે. ત્યારે જસદણ પોલીસે યુવતીને શોધવા માટે આકાશપાતાળ એક કર્યા હતા. પાંચ મહિનાથી હીનાબેનની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે આખરે ડિસેમ્બર મહિનામાં યુવતીનો પત્તો લાગ્યો હતો. આખા ભારતમાં શોધખોળ ચલાવતી પોલીસને જસદણની ગુમ હીના હીરપરા આખરે સિંગાપોરમાંથી મળી આવી હતી. 

jasdan_yuvati_zee2.jpg

તેણે પોલીસને જણાવ્યું કે, તેણે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ગામના નિહાર વેંકરીયા સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. હીનાએ આ માટે પહેલેથી પ્લાનિંગ કર્યું હતું. તેણે અગાઉથી પાસપોર્ટ તેમજ એજ્યુકેશન વિઝા લઈને રાખ્યા હતા. હનીનો પતિ નિહાર સિંગાપોરના કેફેમાં મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગતો હતો. તેથી તેણે ઈરાદાપૂર્વક બધુ પ્લાનિંગ કર્યુ હતું.   

યુવતીની ભાળ મળતા જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા હીના અને તેના પરિવારજનો વચ્ચે વીડિયો કોલ એરેન્જ કરાવ્યો હતો. આ વીડિયો કોલમાં યુવતીએ આગામી બે વર્ષ સુધી સિંગાપોર ખાતે રહેવાની હોવાનું જણાવ્યું હતું. તેણે પિતાને કહ્યું કે, અમે જાતે લગ્ન કર્યા હતા અને અમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ છે. અમે સિંગાપોરમાં રાજીખુશીથી રહીએ છીએ. 
 

Trending news