રાજકોટ પોલીસ સ્ટેશનમાં જોવા જેવી, પોલીસ અને બુટલેગરના પરિવારની મહિલાઓ વચ્ચે મારામારી
Rajkot News : બુટલેગરના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કરી ધમાલ.... બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકીની પોલીસે કરી અટકાયત....
Trending Photos
Rajkot ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં મોડી રાતે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટના નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં હાર્દિક તેમજ તેના સાથીદારોને પકડી પાડવામા આવ્યાહ તા. ત્યારે મોડી રાતે બુટલેગરના પરિવારજનોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ધમાલ કરી હતી. બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ સોલંકીની પોલીસે અટકાયત કરતા બુટલેગરના પરિવારજનોએ પોલીસ હપ્તા લેતી હોવાનો આરોપ મૂક્યો હતો. સાથે જ દરોડા કરવા આવેલી પોલીસે રૂમમાં બેસીને દારૂ પીધો હોવાનો પણ આરોપ મૂક્યો છે. એટલુ જ નહિ, માલવીયાનગર પોલીસ જ ખુદ દારૂનો ધંધો કરવાની છૂટ આપી હોવાનું બુટલેગરના પરિવારજનોનું નિવેદન આપ્યું. ત્યારે પોલીસ અને બુટલેગરના પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યાં છે. સાથે જ ઝપાઝપીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગઈકાલે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારના નામચીન બુટલેગર હાર્દિક અને તેના સાથીઓની અટકાયત કરી હતી. જેમાં હાર્દિકના પરિવારની પરિવારની મહિલાઓએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધુ હતું. જેથી પોલીસ સ્ટેશનમાં પોલીસ અને મહિલાઓ વચ્ચે મારામારીના દ્રષ્યો જોવા મળ્યા હતા. આ મહિલાઓએ પોલીસ પર આરોપ મૂક્યો કે, માલવીયાનગર પોલીસ પોણા બે લાખ રૂપિયાનો હપ્તો લેતી હતી અને મહિલા પોલીસ પણ રૂપિયા લઈ જતી હતી. સાથે જ મહિલાઓએ કહ્યું કે, દરોડા દરમિયાન પોલીસે ઘરની સેટીમાંથી 90 હજાર રૂપિયા મુદ્દામાલ તરીકે લઈ ગયા હતા. આમ, આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં વાતાવરણ તંગ બન્યુ હતું. મહિલાઓએ પોલીસને હપ્તા મામલે બેફામ ગાળો ભાંડી હતી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બુટલેગર પરિવારની મહિલાઓ અને પોલીસ વચ્ચે વાતાવરણ તંગ બન્યુ હતું. આ વીડિયોમાં બુટલેગર હાર્દિક પણ સામેલ છે. એક યુવતીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે, મને હાથ લગાડ. એક મહિલા બોલે છે કે 50-50 હજાર રૂપિયા લઈ જાય છે. દારૂનો ધંધો મોજથી કરો અમે બેઠા છીએ એવું કહે છે. પોણા બે લાખ રૂપિયા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાય છે, બાકી આ લેડીઝ મોઢે બુકાની બાંધીને 2-2 હજાર લઈ જાય છે. 20 હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છે.
તો બીજી તરફ, વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ઇશારે રાજકોટ પોલીસ ભાજપ તરફી મતદાન કરવા દબાણ કરી રહી છે. કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાનો આરોપ લગાવ્યો હતો કે, સામાજિક નીતિ નિયમો અને નિયમો નેવે મૂકી ભાજપ હવાતિયાં મારી રહી છે.પોલીસ તંત્રનો દૂર ઉપયોગ ભાજપ કરી રહી છે. રાજકોટ શહેરના 70 બુટલેગરોને દબાવીને દરોડા કર્યા અને ભાજપ તરફી મતદાન કરવા દબાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરોને દબાવવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ કમિશનર અને ઇલેક્શન કમિશનને લેખિતમાં રજૂઆત કરી હતી. પોલીસ દબાણ કરીને કોઈને મતદાન ન કરાવે તેવો આરોપ મૂક્યો છે. પોલીસ કમિશ્નર પાસે એટલી જ આશા કે ચૂંટણી એજન્ટ ન બને.
ભય મુક્ત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તેવી આશા સેવી હતી. રાજકોટ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપ મુક્યા હતા. ઉદય કાનગડ ગુંડાગીરી કરે છે. 68 વિધાનસભા સીટમાં ઉદય કાનગડ પોલીસને સાથે રાખીને લોકોને મત આપવા ધમકાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે