સંયુક્ત રાષ્ટ્રનો ઐતિહાસિક ચુકાદો, ભાંગને દવા તરીકે આપી માન્યતા, જાણો શું થશે ફાયદો
સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની લિસ્ટમાંથી કાઢવા માટે મતદાન થયું હતું. તેમાં 27 સભ્યોએ પક્ષમાં અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ ભાંગનો ઉપયોગ હજારો વર્ષોથી નશો અને દવાના રૂપમાં ભારતીય ઉપમહાદ્વીપ સહિત વિશ્વમાં થતો રહ્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં થયેલા ઐતિહાસિક મતદાનમાં ભાંગને અંતે દવાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્રા માદક પદાર્થ આયોગે તેને માદક પદાર્થની યાદીમાંથી હટાવી દીધી છે. આ પહેલા એમ કહેવામાં આવતું કે ભાંગ સ્વાસ્થ્ય પ્રમાણે ખુબ ઓછી ફાયદાકારક છે. સંયુક્ત રાષ્ટ્રના માદક પદાર્થોની યાદીમાં હેરોઇનની ભાંગ પણ સામેલ હતી. આવો જાણીએ શું છે મામલો
ભાંગ પર સાથે આવ્યા ભારત અને પાકિસ્તાન
સંયુક્ત રાષ્ટ્રમાં દવાના રૂપમાં માન્યતા આપ્યા બાદ ભાંગને બિન મેડિકલ ઉપયોગને હજુ પ્રતિબંધિત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની લિસ્ટમાંથી કાઢવા માટે મતદાન થયું હતું. તેમાં 27 સભ્યોએ પક્ષમાં અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. તો ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રની માન્યતા બાદ તે દેશોને તેનાથી ફાયદો થશે જ્યાં પર ભાંગની દવાની માંગ વધી રહી છે. સાથે હવે ભાંગના દવાના રૂપમાં ઉપયોગ કરવાના રિસર્ચ વધી શકે છે.
છોકરીનું અપહરણ કરી પરાણે કરાવવામાં આવે છે લગ્ન, આ દેશમાં ચાલે છે આવી કુપ્રથા
50 દેશોમાં ભાંગનો સારવાર માટે ઉપયોગ
ભારતમાં ભાંગનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે. ભાંગનો ધાર્મિક કર્મકાંડોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં 15મી સદી ઈ.પૂર્વેમાં ચીનમાં અને મિસ્ત્ર તથા પ્રાચીન યૂનાનમાં ભાંગનો ઉપયોગ દવાના રૂપમાં કરવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રએ માન્યતા આપતા હવે આ દેશો અન્ય દેશોને ભાંગનો દવાના રૂપમાં ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી શકે છે. દુનિયાભરમાં 50થી વધુ દેશોમાં ભાંગનો સારવાર માટે ઉપયોગ થઈ રહ્યો છે. કેનેડા, ઉરૂગ્વે અને અમેરિકાના 15 રાજ્યોમાં શોખ માટે ભાંગના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં પણ તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. હોળી પર તો તેની માંગમાં મોટો વધારો થાય છે. હવે મેક્સિકો અને લગ્જમબર્ગ પણ ભાંગને માન્યતા આપવા જઈ રહ્યાં છે.
'ભાંગ પર પ્રતિબંધ કોલોનિયલ વિચારનું પરિણામ'
માદક પદાર્થના સુધાર સાથે જોડાયેલા એક એનજીઓનું કહેવું છે કે ભાંગને સંયુક્ત રાષ્ટ્રમાંથી માન્યતા મળવી કરોડો લોકો માટે સારા સમાચાર છે. તેવા લોકો દવાના રૂપમાં ભાંગનો ઉપયોગ કરે છે. આ ભાંગ આધારિત દવાઓની વધતી માંગને દર્શાવે છે. તેમણે કહ્યું કે, મેડિસિનના રૂપમાં તેના ઉપયોગની માંગ ઘણા સમયથી પેન્ડિંગ હતી. ભાંગ પર પ્રતિબંધ કોલોનિયમ વિચાર અને રંગભેદનું પરિણામ હતું. ભાંગના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે