UNGC હિન્દુઓ, શીખો, બૌદ્ધો વિરુદ્ધ હિંસા પર અવાજ ઉઠાવવામાં નિષ્ફળ: ભારત

ભારતે ધર્મો વિરુદ્ધ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના સિલેક્ટેડ વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્ધો, હિન્દુઓ અને શીખો વિરુદ્ધ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે. ભારતે રેખાંકિત કર્યું છે કે શાંતિની સંસ્કૃતિ ફક્ત 'ઈબ્રાહીમી ધર્મો' માટે ન હોઈ શકે. 
UNGC હિન્દુઓ, શીખો, બૌદ્ધો વિરુદ્ધ હિંસા પર અવાજ ઉઠાવવામાં નિષ્ફળ: ભારત

સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્ધ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના સિલેક્ટેડ વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્ધો, હિન્દુઓ અને શીખો વિરુદ્ધ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે. ભારતે રેખાંકિત કર્યું છે કે શાંતિની સંસ્કૃતિ ફક્ત 'ઈબ્રાહીમી ધર્મો' માટે ન હોઈ શકે. 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માએ શાંતિની સંસ્કૃતિ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન કરતા કહ્યું કે આજની દુનિયામાં 'ચિંતાજનક ચલણ' જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે ભારત એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છે કે યહૂદી, ઈસ્લામ, અને ઈસાઈ વિરોધી કૃત્યની નિંદા કરવી જરૂરી છે. દેશ પણ આ પ્રકારના કૃત્યોની આકરી ટીકા કરે છે. પરંતુ આ પ્રકારના મહત્વપૂર્ણ મામલાઓ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ફક્ત આ ત્રણ ઈબ્રાહીમી ધર્મો અંગે વાત કરે છે. 

શર્માએ કહ્યું કે 'આ ગરિમામયી સંસ્થા હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મોના અનુયાયીઓ વિરુદ્ધ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે.' તેમણે કહ્યું કે 'શાંતિની સંસ્કૃતિ ફક્ત ઈબ્રાહીમી ધર્મો માટે ન હોઈ શકે, અને જ્યાં સુધી આવો સિલેક્ટેડ વલણ યથાવત છે, દુનિયામાં શાંતિની સંસ્કૃતિ વાસ્તવમાં ફેલાઈ શકે નહીં.'

Every major world religion has a home in India, making it a civilization in itself.

UN & @UNAOC should not take sides on religion

Attacks against Buddhism, Hinduism, Sikhism should also be condemned.

— India at UN, NY (@IndiaUNNewYork) December 2, 2020

યુએનમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ શર્માએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર એક એવી સંસ્થા છે, જેણે ધર્મના મામલે કોઈનો પક્ષ લેવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે જો આપણે વાસ્તવમાં સિલેક્ટેડ વલણ અપનાવીએ, તો દુનિયા અમેરિકી રાજનીતિક શાસ્ત્રી સેમ્યુઅલ હટિંગટનના 'સભ્યતાના ટકરાવ'ના સિદ્ધાંતને સાબિત કરી દેશે. શર્માએ સંયુક્ત રાષ્ટ્ર સભ્યતા ગઠબંધનને અપીલ કરી કે તેઓ પસંદગીના ધર્મો માટે નહીં પંરતુ તમામ માટે અવાજ ઉઠાવે. 

શર્માએ અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા બામિયાન બુદ્ધની પ્રતિમા તોડવા પર, માર્ચમાં યુદ્ધ ગ્રસ્ત દેશમાં ગુરુદ્વારા પર બોમ્બવર્ષા કરવા પર, હિન્દુ અને બૌદ્ધ ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડવા પર અને અનેક દેશોમાં આ લઘુમતીઓના લોકોના નસ્લી સફાયાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે 193 સભ્યોની મહાસભામાં કહ્યું કે બૌદ્ધ, હિન્દુ અને શીખ ધર્મ વિરુદ્ધ હિંસા જેવા કૃત્યોની નિંદા થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news