રાજકોટ: રૈયા ગામ નજીક ખાડામાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત, પરિવારમાં આક્રંદ
શહેર નજીક રૈયા પાસે દલિત પરિવારના ત્રણ બાળકો સવન ફ્લેટના ખાડામાં ડૂબી જતા કરૂણમોત નિપજ્યા છે, મળતી વિગત મુજબ દલિત પરિવારના 4 બાળકો બપોરે 1 વાગ્યાથી ઘરે નીકળ્યા બાદ આવ્યા પરત ફર્યા ન હતા. જોકે ચારમાંથી એક પાછો આવ્યો હતો અને બાકીના ન્હાવા ગયા હોવાની જાણ કરી હતી.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેર નજીક રૈયા પાસે દલિત પરિવારના ત્રણ બાળકો સવન ફ્લેટના ખાડામાં ડૂબી જતા કરૂણમોત નિપજ્યા છે, મળતી વિગત મુજબ દલિત પરિવારના 4 બાળકો બપોરે 1 વાગ્યાથી ઘરે નીકળ્યા બાદ આવ્યા પરત ફર્યા ન હતા. જોકે ચારમાંથી એક પાછો આવ્યો હતો અને બાકીના ન્હાવા ગયા હોવાની જાણ કરી હતી.
રૈયા ગામમાં આ બાળકોના મોટા ખાડા પાસેથી બુટ ચંપલ મળ્યા હતા. આ ખાડામાં ડૂબી ગયાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરતા એક મૃતદેહ મળ્યા બાદ વધુ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યું પામનારના નામ સમિર મુકેશભાઈ મકવાણા તથા કરણ જગદીશભાઈ વઘેરા, અર્જુન જગદીશભાઈ વઘેરા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 67.05 ટકા જળસંગ્રહ, 38 જળાશયો 100 ટકા ભરાયા
મૃતક ઢાઢણી ગામના કરણ જગદીશભાઈ વધેરા અને અર્જુન જગદીશભાઈ વધેરા બંને બાળકો મામાના ઘરે આવ્યા હતા. આ ઘટના સ્થળે સમગ્ર રૈયા ગામના લોકો ઉમટી પડ્યા છે. યુનિવર્સિટી પીઆઇ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બાળકોના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે