રાજકોટ: ઉપલેટા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોત; એક ઇજાગ્રસ્ત
લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા માટે વાડાસડા ગામ આવેલા ત્રણેય યુવકોને પરત ફરતી વેળા અકસ્માત નોડ્યો હતો. જેમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
Trending Photos
દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટા: રાજકોટ જિલ્લામાં બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને બંને મૃતક યુવકોને પીએમ અર્થે ખસેડાયા અને આગળની તપાસ હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા વાડાસડા ગામની ચોકડી પાસે વેરાવળ પાર્સિંગની GJ/32/B/2071 નંબરની i20 ના કારચાલકે GJ/10/BA/1939 નંબરની સ્પ્લેન્ડર મોટરસાયકલમાં સવાર ત્રણ યુવકોને પાછળથી ટક્કર મારી હતી. ગંભીર અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતમાં મોટરસાયકલ સવાર ત્રણ યુવકો પૈકી એક યુવક સામત ઉર્ફે ભોલો ધનજીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે મોત થયું છે.
જ્યારે બીજો યુવક મહેશ ઉર્ફે મનોજ ધનજીભાઈ ચૌહાણ નામના યુવકનું ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને મૃતક યુવકો સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે અને આ બંને મૃતક યુવકો જામજોધપુર તાલુકાના નાની ગોપ ગામના રહેવાસી હતા. અકસ્માતમાં નગીન લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ઢાકેચા નામનો યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
નગીન લાલજીભાઈ કુતિયાણા તાલુકાના તરસાઈ ગામનો રહેવાસી છે. ત્રણેય યુવકો વાલ્મિકી સમાજના હોય છે અને લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા માટે વાડાસડા ગામ આવ્યા હોય જે પરત ફરતી વેળા અકસ્માતની ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બંને યુવકોને પીએમ અર્થે ખસેડાયા બાદ આગળની તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે