રાજકોટમાં બેડ ખૂટી પડ્યા, દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવાની ફરજ પડી
Trending Photos
- કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ, હોસ્પિટલોમાં બેડ નથી, રેમડેસિવિર ઇન્જેક્શન નથી, દર્દીઓની હાલત ગંભીર
- રાજકોટમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ, ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાની ખૂબ જ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ચીનના વુહાન શહેરની જેમ રાજકોટમાં હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 15 કરતા વધુ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલના કોરોના હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા વેઇટિંગમાં ઉભી છે.
રાજકોટમાં કોરોનાની ચીનના વુહન જેવી સ્થિતિ સર્જાય છે. મોડી રાત્રે પણ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સાથે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગેલી છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર કરાઈ રહી છે. જેને જોતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાનું ડોકટરો માની રહ્યા છે.
કોરોનાની બીજી લહેર ઘાતક
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન નાની વયના લોકોનો પણ જીવ લઈ રહ્યો છે. આ બીજી લહેરમાં સૌથી વધુ લોકોના ઓક્સિજન લેવલ ડાઉન થવાની ફરિયાદો સામે આવી છે. ઓક્સિજન પૂરતું ન મળતા દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું તબીબોનું કહેવું છે.
રાજકોટ મનપા દ્વારા આંકડા કરાયા જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટના અત્યાર સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 19 માર્ચ 2020 થી અત્યાર સુધીમાં 7.95 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 1.07 લાખ ટેસ્ટ RT-PCR અને 6.88 લાખ એન્ટીજન ટેસ્ટ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે