રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Updated By: Nov 22, 2019, 03:09 PM IST
રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

વિદેશી ભક્તે ખોલી નિત્યાનંદની પોલ, કહ્યું-તેણે મહિલા-પુરુષ જ નહિ, નાના બાળકોને પણ હવસનો શિકાર બનાવ્યા

તરુણીની છેડતી મામલે યુવતીનાના માતાપિતા અને ભાઈને શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારે મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ત્યારે બંન્ને પક્ષે સામસામે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવી છે. તો સામે પક્ષે યુવાનો અનુસૂચિત જાતિના હોવાથી તેની જાતિ પૂછી તેમને અપમાન કરવામાં આવ્યા હોવાથી મારામારી થઈ હોવાની યુવાનોએ અરજી કરી છે. પોલીસે બંને પક્ષે અરજી મેળવી CCTV ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે. 

મિસિંગ તત્વપ્રિયાએ પાછા આવવા માટે પોલીસ સામે મૂકી 5 શરતો

ત્યારે તરુણીના પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસને ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી હતી જે અરજી અન્વયે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા પોકસો કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો દ્વારા પણ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવાની અરજી આપવામાં આવી છે. જે અંતર્ગત એસીપી પ્રમોદ દીયોરા એ જણાવ્યું હતું કે અરજી ની સત્યતા તપાસ્યા બાદ જ તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવામાં આવશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube