વડોદરામાં બનેલુ ફેમસ કલાકારનું પેઈન્ટિંગ 21 કરોડમાં વેચાયુ

કોરોનાકાળમાં લગભગ દરેક ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે. તેમાં પણ આર્ટ જેવા લક્ઝુરિયસ માર્કેટને તેની માઠી અસર થઈ છે. પરંતુ જેમ જેમ ધીરે ધીરે અન્ય ઉદ્યોગો પાટા પર આવી રહ્યાં છે, પણ આર્ટ માર્કેટ પણ વેગ પકડી રહ્યુ છે. તેનો સૌથી મોટો પુરાવો છે તાજેતરમાં વેચાયેલુ રાજા રવિ વર્માનું પેઈન્ટિંગ. એક સમયે વડોદરામાં બનેલુ આ પેઈન્ટિંગ આર્ટ માર્કેટમાં 21 કરોડમાં વેચાયુ છે. 
વડોદરામાં બનેલુ ફેમસ કલાકારનું પેઈન્ટિંગ 21 કરોડમાં વેચાયુ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળમાં લગભગ દરેક ઉદ્યોગમાં મંદી આવી ગઈ છે. તેમાં પણ આર્ટ જેવા લક્ઝુરિયસ માર્કેટને તેની માઠી અસર થઈ છે. પરંતુ જેમ જેમ ધીરે ધીરે અન્ય ઉદ્યોગો પાટા પર આવી રહ્યાં છે, પણ આર્ટ માર્કેટ પણ વેગ પકડી રહ્યુ છે. તેનો સૌથી મોટો પુરાવો છે તાજેતરમાં વેચાયેલુ રાજા રવિ વર્માનું પેઈન્ટિંગ. એક સમયે વડોદરામાં બનેલુ આ પેઈન્ટિંગ આર્ટ માર્કેટમાં 21 કરોડમાં વેચાયુ છે. 

મોર્ડન આર્ટના પ્રણેતા રાજા રવિ વર્મા દ્વારા 130 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પેઈન્ટિંગ એક હરાજીમાં 21.16 કરોડ રૂપિયામાં વેચાયુ છે. 6 એપ્રિલના રોજ એક ઓક્શન હાઉસ દ્વારા કરાયેલ હરાજીમાં આ પેઈન્ટિંગ વેચાયુ હતું. ચિત્રની માલિકી એક સંગ્રાહકની હતી. મોર્ડન ઈન્ડિયન આર્ટ ટાઈટલ અંતર્ગત વેચાયેલા પેઈન્ટિંગની હરાજીએ આર્ટ માર્કેટને ફરી જીવંત કર્યું છે. 

કયુ પેઈન્ટિંગ 21 કરોડમાં વેચાયું
રાજા રવિ વર્માના આ પેઈન્ટિંગનું નામ દ્રોપદી વસ્ત્રાહરણ છે. જેમાં મહાભારતમાં દ્રોપદી ચીરહરણનુ દ્રષ્ય કેનવાસ પર રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ ચિત્ર માટે 15 થી 20 કરોડની બોલી લગાવવામાં આવી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તે 21 કરોડમાં વેચાયુ છે. 

આ મોંઘાદાટ પેઈન્ટિંગના તાર વડોદરા સાથે જોડાયેલા છે. રાજા રવિ વર્માએ વડોદરામાં આ પેઈન્ટિંગ બનાવ્યુ હતું. વર્ષ 1888 થી 1890 દરમિયાન રાજા રવિ વર્મા વડોદરામાં રહ્યા હતા. આ દરમિયાન તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ માટે કેટલાક પેઈન્ટિંગ બનાવ્યા હતા. આ પેઈન્ટિંગ મહાભારત અને રામાયણના પ્રસંગો પર બનાવવામાં આવ્યા હતા. રાજા રવિ વર્મા દ્વારા જે પેઈન્ટિંગ તૈયાર કરાયા હતા, તે 14 ચિત્રો પર મહારાજા સયાજીરાવે અધિકાર પ્રાપ્ત કર્યા હતા. દ્રોપદી ચીરહરણ પણ તેમાનુ જ એક છે. 

ઓક્શન હાઉસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, વડોદરા કમિશન દ્વારા આ ચિત્રો કલાકાર પાસેથી સીધા જ મેળવવામાં આવ્યા હતા. વડોદરામાં ચાર મહિનાના રોકાણ દરમિયાન રાજા રવિ વર્માએ અદભૂત ચિત્રો બનાવ્યા હતા. જેમાંના કેટલાક વડોદરાના પેલેસમાં આવેલ આર્ટ ગેલેરીમાં પણ મૂકાયેલા છે. સર સયાજીરાવ ગાયકવાડે કલાકારને મોતીબાગ મેદાન પાસે એક સ્ટુડિયો આપ્યો હતો, જેમાં રાજા રવિ વર્માએ રહીને આ ચિત્રો બનાવ્યા હતા. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news