ગુજરાત માટે આગામી 48 કલાક ભારે : પૂર જેવા વરસાદ માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓ છે રેડ એલર્ટ પર

Gujarat Rains : રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી.... સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં રેડ એલર્ટ.... તો છોટાઉદેપુર અને નર્મદામાં પણ અતિભારે વરસાદની આગાહી.. 

ગુજરાત માટે આગામી 48 કલાક ભારે : પૂર જેવા વરસાદ માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓ છે રેડ એલર્ટ પર

Gujarat Weather Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તે જિલ્લા પર એક નજર કરીએ. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આણંદ, વડોદરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, તાપી, ડાંગ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે. 

હવામાન વિભાગે આજે વરસાદને લઈ સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ક્યા ક્યા આગાહી

  • છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી 
  • અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 
  • આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી 
  • રાજ્યના બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

ઉંધી રકાબી જેવડા ઉમરપાડામાં આભ ફાટ્યું, SDRF ટીમ સ્ટેન્ડબાય, મોહન-વીરા નદીમાં પૂર

આગામી બે દિવસ ભારે રહેશે
આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

અંબાલાલ પટેલે પણ કરી આગાહી 
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. સરખેજ, સાણંદ, બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે. ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે, તો ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે. જસદણ અને વીંછીયામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. વાવ, દિયોદર, થરાદ તાલુકો, સુઈગામ, હારીજના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આગામી 72 કલાકમાં મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી છે. બહુરાજી, કડી, શંખેશ્વરમાં વરસાદની શક્યતા છે. સમી-હારીજ તાલુકામાં વરસાદ વરસી શકે છે. 

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું
સુરતના છેવાડાના ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું...ઉમરપાડામાં આભ ફાટતા જનજીવન ખોરવાયું છે...ઉમરપાડાના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા જેથી અનેક લો લેવલ કોઝ વે પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ...જુઓ આ દ્રશ્યો...નદી વહેતી હોય તેવી રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે...ઉમરપાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news