રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એ નથી કે લોકોને ઘરમાં બેસી દારૂ પીવાની છુટ અપાય: સરકારની રજુઆત

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે બિનકાયદેસર ઘુસાડવામાં આવતા દારૂ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઇ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઇકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરૂ થઇ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અરજીઓ હાઇકોર્ટે સમક્ષ ટકી શકે નહી તેવી રજુઆત કરી હતી. રાજ્ય સરકારની રજુઆત કહી તે રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એવો નથી કે લોકો ઘરમાં બેસીને દારૂ પી શકે. 

Updated By: Jun 21, 2021, 11:10 PM IST
રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એ નથી કે લોકોને ઘરમાં બેસી દારૂ પીવાની છુટ અપાય: સરકારની રજુઆત

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે બિનકાયદેસર ઘુસાડવામાં આવતા દારૂ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઇ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઇકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરૂ થઇ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અરજીઓ હાઇકોર્ટે સમક્ષ ટકી શકે નહી તેવી રજુઆત કરી હતી. રાજ્ય સરકારની રજુઆત કહી તે રાઇટ ટુ પ્રાઇવેસીનો અર્થ એવો નથી કે લોકો ઘરમાં બેસીને દારૂ પી શકે. 

રાઇટ ટુ પ્રાઇવેસી મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ. અરજદારો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. આ બાબતે આવતી કાલે વધારે સુનાવણી હાથ ધરાશે. એડ્વોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજીને સુનાવણીમાં રજુઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. 

વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઇને પણ રાજ્યમાં દર વર્ષે 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. રાજ્યમાં 71 વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની રજુઆત પણ કરી હતી. મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિ સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહી. 

ત્રણ વર્ષ અગાઉ એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માંગતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધારે ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલની સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માટે માંગ કરી છે. એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલા વાતચીતમાં નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube