તજાળા નજીક અકસ્માત, 19 લોકોના મોત, ગામ આખું હિબકે ચઢ્યું

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામમાં સામાન્ય અને મધ્યમ વર્ગના મજુરો લોકો વસવાટ કરે છે. આ ગામના દરેક સમાજ ના લોકો પોતાનું પેટ્યું રળવા માટે બીજા ગામ તરફ હિજરત કરતા હોય છે ત્યારે આવીજ રીતે ગઈ કાલે તળાજાના સરતાનપર ગામેથી ખેડા ખાતે પોતાનું પેટનું ભરણપોષણ માટે ૨૫ જેટલા નાના મોટા તેમજ મહિલા ઓ સહીતના લોકો સરતાનપરથી ખેડા જવા એક સિમેન્ટ ભરેલી ટ્રકમાં ઓછા પૈસા થાય અને વહેલા પોચાડે તેવા હેતુ થી આ મજુરો આ ટ્રકમાં બેઠા હતા. પરંતુ ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે આ પંક્તિ ને સર્થક કરતો કિસ્સો ભાવનગર નજીક બાવળીયાલી ગામે બનવા પામ્યો હતો.
તજાળા નજીક અકસ્માત, 19 લોકોના મોત, ગામ આખું હિબકે ચઢ્યું

ભાવનગર: ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામમાં સામાન્ય અને મધ્યમ વર્ગના મજુરો લોકો વસવાટ કરે છે. આ ગામના દરેક સમાજ ના લોકો પોતાનું પેટ્યું રળવા માટે બીજા ગામ તરફ હિજરત કરતા હોય છે ત્યારે આવીજ રીતે ગઈ કાલે તળાજાના સરતાનપર ગામેથી ખેડા ખાતે પોતાનું પેટનું ભરણપોષણ માટે ૨૫ જેટલા નાના મોટા તેમજ મહિલા ઓ સહીતના લોકો સરતાનપરથી ખેડા જવા એક સિમેન્ટ ભરેલી ટ્રકમાં ઓછા પૈસા થાય અને વહેલા પોચાડે તેવા હેતુ થી આ મજુરો આ ટ્રકમાં બેઠા હતા. પરંતુ ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે આ પંક્તિ ને સર્થક કરતો કિસ્સો ભાવનગર નજીક બાવળીયાલી ગામે બનવા પામ્યો હતો.

જેમાં સિમેન્ટની ભરેલી ટ્રકએ પલ્ટી મારતા ઘટના સ્થળ પર જ ૧૮ જેટલા લોકોના મોત થયા હતા તો ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ માં ખસેડાયા હતા ત્યાં સારવાર દરમિયાન બે લોકો ના મોત થયા આ દ્રશ્યો ર્હદય કંપાવી દે તેવા હતા ગામમાં એક સાથે ૧૯ લોકોની અંતિમયાત્રા નીકળી હતી તો ગામ પણ ધ્રૂસકે ધ્રૂસકે રડતું હોય તેવા દ્રશ્યો નજરે ચડ્યા હતા.

ભાવનગર જીલ્લા ના તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ને અકસ્માત ની જાણ થતા કોંગી ધારાસભ્ય પોતાના કાર્યકતાઓ સાથે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા. અકસ્માતમાં મૃત્યું પામેલા તળાજા તાલુકાના સરતાનપર ગામના મજૂરોના પરિવારની મુલાકાતે પહોચ્યા હતા. ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ તેમના પરિવારને સાત્વાના આપી હતી. ઘટનાના પગલે હાલ તો નાનકડા એવા સરતાનપર ગામમાં શોક નું મોજું ફરી વળ્યું છે. ગામનું એક ઘર બાકી નહી હોય કે ત્યાં હૈયા રુદન ના હોય હસતું ખેલતુ સરતાનપર ગામ આજ ગમની ચાદરો ઓઢીને સુઈ ગયું હોય તેવા દ્રશો જોવા મળ્યા.

ગામના સરપંચે પણ ગુજરાત સરકારને એક અનુરોધ કર્યો છે કે તળાજા તાલુકાના સરતાનપર ગામની વસ્તી ૧૯ હાજરની છે ગામની નજીક કોઈ મોટો ઉદ્યોગ કે વ્યવસાય ન હોવા ને કારણે ગામના લોકો પોતાનું પેટ્યું રળવા માટે બહાર ગામ જતા હોય છે. ગામ નજીક આવેલો બંધારો ગામમાં બંધાઈ તો ખેત મજુરી માટે નો એક વ્યવસાઈ મળી શકે તેમ છે. ગામના લોકો ને મજુરી અર્થે બહાર ન જવું પડે ગામમાં જ રોજગારી મળે સરકાર આ રજૂઆત સામે જોવે તો અનેક આવા નાના-મોટા અકસ્માતો બનતા ટળે અને નાના અને મધ્યમ વર્ગના લોકોને આસાનીથી પોતાનું પેટ રળી શકે સરકારે આ અંગે તાકીદે પગલા ભરવા જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news