એક વાર નિપાહ લાગુ પડ્યું તો માણસ જીવતો નથી રહેતો, જાણો લક્ષણો
નિપાહ વાઇરસનું કોઇ જ વેક્સિન હજી સુધી શોધાયું નથી તેથી જો આ રોગ લાગુ પડે તો વ્યક્તિનું મોત નિશ્ચિત છે
- નિપાહ વાઇરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે
- સુવર થકી પણ આ વાઇરસ ફેલાતો હોય છે
- હજી સુધી વેક્સિન નહી શોધાતા રોગ અસાધ્ય
Trending Photos
કોઝીકોડી : કેરળનાં કોઝીકોડ જિલ્લામાં રહસ્યમય અને ખુબ જ ઘાતક નિપાહ વાઇરસની ઝપટે ચડીને અત્યાર સુધી 10 લોકોનાં મોત નિપજ્યાં છે અને 6 લોકોની પરિસ્થિતી હજી પણ નાજુક છે. આ ખતરનાક વાઇરસથી પીડિત 25 દર્દીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ વાઇરસ અંગેની માહિતી મેળવવા માટે કેન્દ્ર દ્વારા જ પ્રભાવિત જિલ્લામાં એક ટીમ મોકલી દેવામાં આવી છે. જો કે આ ખતરનાક નિપાહ અંગેની કેટલીક જાણવા જેવી બાબતો આ રહી
લક્ષણ : નિપાહ વાઇરસ NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બિમારીનાં લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. તાવ આવવા લાગે છે. માથુ દુખે છે, બળતરા અને ચક્કર આવવા લાગે છે અને વ્યક્તિ બેહોશ પણ થઇ જાય છે.
48 કલાકમાં વ્યક્તિ કોમામાં સરી પડે છે
આ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓને જો તાત્કાલીક સારવાર ન મળે તો 48 કલાકની અંદર દર્દી કોમામાં જઇ શકે છે. WHOનાં અનુસાર આ વાઇરલ લડવા માટે અત્યાર સુધી કોઇ વૈક્સિન વિકસિત કરવામાં આવ્યું નથી અને આ વાઇરસથી પીડિત દર્દીને ઇન્સેન્ટિવ સપોર્ટિવ કેર આપીને સારવાર કરવામાં આવી શકે છે.
ચામાચીડિયાથી ફેલાય છે વાઇરસ
ડોક્ટર્સનાં અનુસાર વાઇરલ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને મોટા ભાગનાં કિક્સાઓમાં તે જીવલેણ સાબિત થાય છે. એક ખાસ પ્રકારનાં ચામાચીડિયા જેને ફ્રૂટ બેટ કહે છે જે મુખ્ય રીતે ફળ અથવા તેનાં રસનનું જ સેવન કરે છે. આ ચામાચીડિયા જ નિપાહ વાઇરસનાં મુખ્ય વાહક છે.
માનવ સંપર્કથી પણ ફેલાય છે.
આ દુર્લભ અને ખતરનાક વાઇરસ સુઅર, ચામાચીડિયા દ્વારા માણસમાં ફેલાય છે. તે ઉપરાંત NiV ઇન્ફેક્ટેડ વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ ફેલાય છે.
કઇ રીતે આ વાઇરસથી બચી શકાય
ડોક્ટર્સનાં અનુસાર ફ્રુટ બેટ્સનાં કારણે આ બિમારી મુખ્ય રીતે ફેલાય છે. જ્યારે વ્યક્તિ કોઇ જાનવરનાં એઠા ફળ અને શાકભાજી ખાય છે તો તેનાંથી આ વાઇરસ ફેલાય છે. માટે સુરક્ષાની દ્રષ્ટીએ ખુબ જ જરૂરી છે કે જમીન પર પડેલા ફળ ન ખાવા જોઇએ.
પહેલીવાર મલેશિયામાં ફેલાયો હતો વાઇરસ
WHOનાં અનુસાર 1998માં મલેશિયાનાં કામ્પુંગ સુગઇમાં પહેલી વાર આ વાઇરસનું ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આ વાઇરસનું નામ પણ સુગઇ નિપાહ ગામનાં નામ પરથી પડ્યું જ્યાં તે પહેલીવાર જોવા મળ્યો હતો. મલેશિયામાં આ બિમારી ચેપી સુવરનાં કારણે ફેલાઇ હતી.
પશ્ચિમ બંગાળમાં પહેલીવાર વાઇરસની માહિતી મળી
નિપાહ વાઇરસની હાજરી ભારતમાં પહેલીવાર નથી. 2001 અને 2007માં સૌથી પહેલા પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઇરસનાં કારણે 2 વખત બિમારી ફેલાઇ હતી. બંગાળમાં બંન્ને વખત દુર્લભ વાઇરસનાં 71 કેસ સામે આવ્યા હતા. જેમાં 50 લોકોનાં મોત નિપજ્યાં હતા. બંન્ને વખત આ બિમારીનાં મોટા ભાગનાં કેસ પશ્ચિમ બંગાળનાં તે વિસ્તારોમાં જોવા મળ્યા જે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે