ગીર સોમનાથ: યુવતીને પ્રેમજાળમાં ફસાવી 4 નરાધમો આચરતા હતા દુષ્કર્મ

એવા અનેક દાખલાઓ આપણી સમક્ષ આવતા જ હોય છે કે, 'યેનકેન પ્રકારે યુવતીને ફસાવી તેની પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય.ગીર સોમનાથ જિલ્લામાં પણ આવી એક ઘટના બહાર આવવા પામી છે. ગીર સોમનાથ જિલ્લામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. છેલ્લા એકાદ વર્ષ પહેલાથી પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ 4 નરાધમોમાંથી 3 નરાધમોએ પીડિતાને વેરાવળ નજીની એક હોટલ તેમજ સાસણ ગીર નજીકના એક રિસોર્ટમા દુષ્કર્મ ગુજાર્યુ હતું. પ્રેમીના મિત્રો દ્વારા પણ આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચારવામાં આવતું હતું. 

Trending Photos

ગીર સોમનાથ: યુવતીને પ્રેમજાળમાં ફસાવી 4 નરાધમો આચરતા હતા દુષ્કર્મ

ગીર સોમનાથ: એવા અનેક દાખલાઓ આપણી સમક્ષ આવતા જ હોય છે કે, 'યેનકેન પ્રકારે યુવતીને ફસાવી તેની પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય.ગીર સોમનાથ જિલ્લામાં પણ આવી એક ઘટના બહાર આવવા પામી છે. ગીર સોમનાથ જિલ્લામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. છેલ્લા એકાદ વર્ષ પહેલાથી પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ 4 નરાધમોમાંથી 3 નરાધમોએ પીડિતાને વેરાવળ નજીની એક હોટલ તેમજ સાસણ ગીર નજીકના એક રિસોર્ટમા દુષ્કર્મ ગુજાર્યુ હતું. પ્રેમીના મિત્રો દ્વારા પણ આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચારવામાં આવતું હતું. 

પીડિતાને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની સતત ધમકી આપી આ નરાધમો બળાત્કાર ગુજારતા હતા. આબરૂ જવાની બીકે પીડિતા એકથી દોઢ વર્ષ સુધી આ સહન કરતી રહી. આખરે પીડિતાની સહનશક્તિની મર્યાદા પૂર્ણ થતા પોતાના વાલીને સમગ્ર હકીકતથી વાકેફ કરીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે અને તેમની વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં રહેતી યુવતી દ્વારા ગત.તારીખ 19-મેં ના રોજ વેરાવળ સીટી પોલીસમાં ફરિયાદ આપી હતી કે, 'તેણીની સાથે દુષ્કર્મ અને છેડતી થઈ છે.' આ યુવતી સાથે દુષ્કર્મ આચારનારમાં  કુલ 5 આરોપીઓ સામેલ હોવાનું યુવતીએ આરોપીઓના નામ જોગ જણાવતા પોલીસે ગુનો નોંધી ત્વરિતથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવા અવસ્થા અને આધુનિક યુગ નો સમન્વય ક્યારેક અતિ મોંઘો સાબિત થતો હોય છે. એમાં પણ ખાસ કરીને લાગણીશીલ યુવતીઓ અંધપ્રેમ અને મોહજાળમાં સપડાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે. જ્યારે સત્ય સમજાઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આરોપી પૈકી એક આરોપીએ ગીર સોમનાથ જિલ્લાની એક યુવતીને પોતાની મોહજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી યુવતીના ફોટા પાડી લીધા. ત્યારબાદ આ નરાધમ દ્વારા યુવતીને બ્લેકમેઇલ કરી અવાર નવાર પોતાની હવસનો ભોગ બનાવતો રહ્યો.

આ બળાત્કારી આટલે થી ન અટકતા પોતાના મિત્રો દ્વારા પણ આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચારાતું રહ્યું. પીડિતાને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની સતત ધમકી આપી આ નરાધમો બળાત્કાર ગુજારતા હતા. આબરૂ જવાની બીકે પીડિતા એક થી દોઢ વર્ષ સુધી આ નાલાયકો ને સહન કરતી રહી. આખરે પીડિતાની સહનશક્તિ ની મર્યાદા પૂર્ણ થતા પોતાના વાલીને સમગ્ર હકીકતથી વાકેફ કરીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ.

ગીર સોમનાથ એસ.પી.ની રાહબરી હેઠળ વેરાવળ સીટી પોલીસ અને એલ.સી.બી.ની બે જુદી જુદી ટીમો કામે લાગી ગઈ હતી. આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા. અમદાવાદ, વડોદરા, તાલાળા અને કોડીનાર એમ વિવિધ જગ્યાએ પોલીસે છાપો મારીને ગત રાત્રીના ચાર પુરુષ આરોપીને ઝડપી લીધા છે. એક મહિલા આરોપી પોલીસની નજર સમક્ષ જ છે. જેની તપાસ ચાલુ છે. કલમ 164 મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું છે. ગુનાના મૂળ સુધી પહોંચવા ગીર સોમનાથ પોલીસ ની બે ટીમો સતત કાર્યરત છે. આ ચારેય આરોપી સામે આઇપીસી ની કલમ 376, 354,(ABC), 114, 328, 323, 506(2), આઈ.ટી. એક્ટ 66/ઇ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ ચાર બળાત્કારીઓ ના નામ

1 સોયેબ અબ્દુલ ગફાર સોરઠીયા-વેરાવળ

2 આદિલ પટ્ટણી-વેરાવળ

3 સલમાન પટ્ટણી-કોડીનાર

4 મોઇન ઉર્ફે મોની-વેરાવળ

આ ચારેય આરોપીઓને પીડિતા ઓળખતી હોય ફોનથી સંપર્કમાં હોય વિશેષ ઓળખ કરાવવાની પોલીસ ને જરૂર જણાતી નથી. આ ચાર શખ્સો ને મદદ કરવામાં અન્ય યુવતી પણ સંડોવાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news