જય શ્રીરામ બોલતો રોબોટ આખી વાઈબન્ટ સમિટમાં છવાયો, લોકો તેને બોલતા સાંભળવા આવે છે
vibrant gujarat 2024 : ગાંધીનગરમાં આયોજિત ગ્લોબલ ટ્રેડ શોમાં એક ખાસ પ્રકારનો રોબોટ મૂકવામાં આવ્યો છે. જે જય શ્રી રામ અને હર હર મહાદેવ બોલે છે
Trending Photos
vibrant gujarat global summit 2024 : ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું છે. ત્યારે આ વખતે ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા આકર્ષણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે રોબોટે આકર્ષણ બન્યું છે. રોબોટ રેસ્ટોરાં અને કંપનીમાં પણ કામ કરે છે. આ રોબોટને તૈયાર કરવામાં એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો છે.
કંપનીના આ રોબોટનું નામ ડેસર છે. આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે. આ ગુજરાતની કંપનીએ બનાવ્યું છે. હાલમાં સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. ત્યારે આ રોબોટમાંથી એક રોબોટ જય શ્રી રામ પણ બોલે છે.
ગ્લોબલ ટ્રેડશોમાં ભારતીય રેલનું પણ ડોમ બનાવવામાં આવ્યું છે. જેમાં હાલમાં જ અયોધ્યા ધામના જંકશનનું પણ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં અયોધ્યા જંકશનનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત ભારતીય રેલના અલગ અલગ પ્રોજેક્ટ પણ બતાવવામાં આવ્યા છે. ચેનાબ બ્રિજનું પણ ડેમો બતાવવામાં આવ્યું છે. આ હાલમાં જકાશ્મીર ઘાટીમાં બનાવવામાં આવ્યું છે. આ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ વધુ ઉંચાઈ વાળો બ્રિજ છે. આ બ્રિજ નદીની તળેટીથઈ 359 મીટર ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. કટરા બનિયાન પર ચાલી રહેલી રેલની કામગીરીનું ડેમો બતાવવામાં આવ્યું છે.. આ ઉપરાંત અંજી બ્રિજ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનો ડેમો બતાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે