NID વિદ્યાર્થીઓના સૂચનો લઈ સાબરમતી જેલના કેદીઓ બનાવશે ઈન્ટિરિયર ડિઝાઈનવાળું ફર્નીચર

જેલ અને NID વચ્ચે એક કરાર થયા છે જેમાં વિના મૂલ્યે NID દ્વારા આ કામ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ પ્રયત્નથી ઓથેન્ટિક બનાવટને બદલે બજારના નવા રૂપ રંગની વસ્તુઓ લોકોને મળશે.

NID વિદ્યાર્થીઓના સૂચનો લઈ સાબરમતી જેલના કેદીઓ બનાવશે ઈન્ટિરિયર ડિઝાઈનવાળું ફર્નીચર

મૌલિક ધામેચા/અમદાવાદ: સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અત્યાર સુધી ટ્રેડિશનલ રૂપમાં તમે જોઈ હશે. પરંતુ હવે ફર્નિચર સહિતની બનાવટ નવા રૂપમાં દેખાય તો નવાઈ ના પામતા. કેમ કે NID અને જેલ વચ્ચે એક MOU કરવામાં આવ્યા છે. જેમાં NID વિદ્યાર્થીઓ અલગ અલગ સમાનની પેકિંગથી લઈ ડિઝાઈનને પોતાના રીતે આકાર આપવા અને બ્રાંડિંગ માટે સેન્ટ્રલ જેલના કારીગરોને મદદ કરશે, અને બજારની હાલની જરૂરિયાત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન વાળું ફર્નીચર બનાવી આપશે. 

ઉલ્લેખનીય છે કે NIDના વિદ્યાર્થીઓ થોડા સમય પેહલા જેલની મુલાકાતે ગયા હતા અને ત્યાં બંદીવાનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ જોઈ અને તે વસ્તુઓને વધુ કઈ રીતે સારી અને બ્રાન્ડ બનાવી શકાય તે માટે કામ કર્યું. એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા તેને બનાવીને જેલના અધિકારીઓને બતાવ્યા હતા જેને પગલે સેન્ટ્રલ જેલના અધિકારીઓ દ્વારા બંદીવાન ભાઈઓને મદદરૂપ થવા માટે અનોખો પ્રયાસ કરવાનો નિર્ણય કરાયો.

No description available.

મહત્વનું છે કે જેલ અને NID વચ્ચે એક કરાર થયા છે જેમાં વિના મૂલ્યે NID દ્વારા આ કામ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ પ્રયત્નથી ઓથેન્ટિક બનાવટને બદલે બજારના નવા રૂપ રંગની વસ્તુઓ લોકોને મળશે અને કારીગરોની બનાવટ બજારમાં મૂકવાથી જેલ અને બંદીવાનોને મોટો ફાયદો થશે. સાથે જ સેન્ટ્રલ જેલમાંથી છુટયા બાદ બંદીવાનો પોતાનું જીવન આત્મસન્માન અને ગૌરવભેર સોસાયટી વચ્ચે જીવી શકશે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news