funeral

ભાવનગરમાં 2 માસૂમ બાળકો સહિત 8 જનાજા નીકળતા ફરી વળ્યું શોકનું મોજુ

આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. ભાવનગરના અજમેરી પરિવારની ઈકો કારને અકસ્માત નડ્યો હતો

Jun 16, 2021, 09:57 PM IST

સરકાર બની સ્વજન: પરિવાર કોરોનાગ્રસ્ત હોવાથી વહીવટી તંત્રએ કરી અંતિમક્રિયા

કુટુંબ કોરોનાગ્રસ્ત બન્યું, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વડીલની અંતિમક્રિયા કરી હતી. મૂળ જમ્મુ કાશ્મીરના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા પ્રફૂલ્લ ધર અને પત્નિ કોરોનાગ્રસ્ત છે. માતા બિમાર છે ત્યારે તેમના પિતાની અંતિમક્રિયા કોણ કરે એ સવાલ ઉભો થયો. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર તેમનું સ્વજન બનીને અંતિમ ક્રિયા કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર મારી આશા-અપેક્ષા પર ખરુ ઉતર્યું છે. 

Apr 27, 2021, 06:48 PM IST

Corona: લ્યો બોલો... હવે મૃતદેહના અંતિમ સંસ્કાર પર પણ વેપાર, મળશે બેઝિકથી લઇ ગોલ્ડ પેકેજ

કોરોના મહામારીએ (Coronavirus) સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. ત્યારે દરરોજ કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે છે. દરરોજ સામે આવતા મોતના (Death) આંકડા લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે

Apr 20, 2021, 09:39 PM IST

પરિવાર બન્યો લાચાર: એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા મૃતદેહ લારીમાં સ્મશાન લઈ જવા મજબૂર

શહેરમાં વધતા કોરોના કેસને લઇને એમ્બ્યુલન્સ (Ambulance) કે શબવાહિની (Sub Vahini) ના મળતા પરિવારજનોએ અંતિમસંસ્કાર (Cremation) માટે મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી.

Apr 8, 2021, 12:13 AM IST

ઘોર કળિયુગ: યુવતીએ પોતાના જ ભાઇ સાથે કર્યા પ્રેમ લગ્ન, પરિવારજનોએ કર્યા 'અંતિમ સંસ્કાર', માતાએ આપી કાંધ

પરિવારજનોનું કહેવું છે કે પુત્રીના આ ખોટ નિર્ણયથી સમાજમાં અમારી બેઇજ્જતી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના લગ્ન સારા ખાનદાનમાં થવાના હતા. તેની સગાઇ પણ થઇ ગઇ હતી.

Mar 31, 2021, 03:42 PM IST
Family Accepted The Body In Murder Case Of Lawyer In Kutch PT6M33S

કોરોના વોરિયર્સ: કેડસમા પાણી વચ્ચે PPE કીટ પહેરી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ

નદીનું જળ સ્તર વધતાની સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થવા લાગ્યો છે. અંકલેશ્વર તરફના છેડે આવેલા ગુજરાતના સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ચુક્યા છે. જેથી નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. આટલા વરસાદ અને પુર વચ્ચે પણ કોરોના વોરિયર્સે કોરોનાગ્રસ્ત મૃતકનો મલાજો જાળવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે વહેતા પાણીમાં પણ કામગીરી કરી હતી. નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 5 ફુટ પર વહી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના પાણી કોવિડ સ્મશાનની એકદમ નજીક પહોંચી ગયું છે.

Aug 30, 2020, 11:00 PM IST

વડોદરા: કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મીઓની વીમા સાથે કાયમી કરવાની માંગ

વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનમાં કોરોનાના દર્દીઓની ગેસ ચિંતામાં અંતિમ ક્રિયા કરનારા કર્મચારીઓએ વીમા કવચ અથવા પાલિકાના સ્ટાફમાં સમાવવાની માંગ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને માત્ર 9 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. આ પગારમાં પોસાતું નથી. આ ઉપરાંત કોરોનાના ભય વચ્ચે સતત અમારે અંતિમ ક્રિયા કરવાની હોય છે. 

Jul 31, 2020, 10:51 PM IST

ભરૂચ: રાજ્યનાં પ્રથમ કોવિડ સ્મશાનની દુર્દશા, મોબાઇલ ફ્લેશના અંજવાળે અંતિમ સંસ્કાર

અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે ઉભા કરાયેલા કોવિડ સ્મશાન ગૃહમાં વિજળીની સુવિધા ઉભી કરવામાં આવી નથી. જેના કારણે રાત્રીના સમયે આવતા કોરોના વાયરસના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં રાત્રીના સમયે એમ્બ્યુલન્સની હેડલાઇટ અને મોબાઇલની ફ્લેશના સહારે અંતિમ વિધી કરવામાં આવે છે. જેના કારણે સ્મશાનગૃહમાં વીજળીની સુવિધા ઉભી કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

Jul 30, 2020, 04:24 PM IST

Sushant Singh Rajput ના અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવશે આ ખાસ પૂજા

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારથી બોલિવૂડ જગતના દિગ્ગજોથી લઈને રાજકીય નેતાઓ અને દેશના નાગરિકો સુદ્ધા આઘાતમાં જોવા મળી રહ્યાં છે. આજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ એવા સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પહેલા એક ખાસ પૂજા કરવાની છે. 

Jun 15, 2020, 03:52 PM IST

અનેક વિનંતીઓ છતાં પરિવારજનો ન લેવા આવ્યા મૃતદેહ, સિવિલના સેવકે કરી અંત્યેષ્ઠી

કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) સહિત શહેરની અને રાજ્યની અનેક હોસ્પિટલોમાં થાય છે. જો કે અન્ય બીમારી ધરાવતા કેટલાક દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન પણ થાય છે, તે પરિવારજનોની સાથે સાથે ચોક્કસપણે પ્રશાસન માટે પણ દુખદાયક હોય છે. કેટલાક કિસ્સામાં અવસાન પામેલા દર્દીનો મૃતદેહ લઈ જવાની તસ્દી પણ કેટલાક પરિવારો કે સગાવ્હાલા લેતા નથી. તેવા કિસ્સામાં હોસ્પિટલ તંત્ર પુરી સંવેદના સાથે જે તે દર્દીની અંત્યેષ્ઠી કરે છે.

May 22, 2020, 07:26 PM IST

કોરોનાવાયરસ: એક અંતિમ સંસ્કારે કેવી રીતે અમેરિકાને 'તબાહ' કરી નાખ્યું? જાણવા જેવો છે કિસ્સો 

ફેબ્રુઆરીના અંતમાં જ્યારે અમેરિકાએ વિચાર્યુ કે તેણે પોતાની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે અને કોરોના વાયરસ તેનું કઈ જ બગાડી શકે તેમ નથી. બરાબર તે વખતે જ અમેરિકાના કોઈ ખૂણે એક એવી ઘટના ઘટી કે જે સુપરપાવરની તમામ તૈયારીઓને ધૂળ ચટાડવા માટે પૂરતી હતી.

Apr 9, 2020, 03:15 PM IST

ઈરાન: કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી, 35 લોકોના મોત, 48 ઘાયલ 

ઈરાન (Iran) થી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. શુક્રવારે ઈરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના જનાજામાં ભાગદોડ મચી. આ ભાગદોડમાં અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે.

Jan 7, 2020, 03:51 PM IST
Woman Died In Jamnagar Accident, Funeral Of 6 Dead Today PT3M27S

જામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ

જામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ

Dec 7, 2019, 12:55 PM IST

જળવાયુ પરિવર્તનઃ આઈસલેન્ડમાં યોજાઈ વિશ્વમાં સૌ પ્રથમ ગ્લેશિયરના 'મૃત્યુ'ની પ્રતિકાત્મક 'અંતિમવિધિ'

વિશ્વમાં વધતા જતા જળવાયુ પરિવર્તનનું પરિણામ હવે દેખાવા લાગ્યું છે. આઈસલેન્ડમાં એક સમયનો વિશાળ ગ્લેશિયર 'ઓજોકુલ'નું હવે આ ધરતી પર નામનિશાન રહ્યું નથી, તે ઓગળીને સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આઈસલેન્ડ પર આવેલા આવા બીજા હજારો ગ્લેશિયર પર પણ વિનાશનો ખતરો તોળાઈ રહ્યો છે.

Aug 22, 2019, 11:57 PM IST

ભૂતપુર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના ધર્મ પત્નીનું નિધન, આવતીકાલે અંતિમ યાત્રા

ભૂતપુર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાના ધર્મપત્ની ઇન્દીરાબેન મહેતાનું લાંબી માદગી બાદ નિધન થયું છે. જ્યારે તેમની અંતિમ ઇચ્છાને લઇને આવતીકાલે માંડવી ખાતે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

Jul 19, 2019, 04:02 PM IST

મુંબઇમાં સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું 89 વર્ષની ઉંમરે નિધન

શ્રી હરિ સત્સંગ સમિતિના સંસ્થાપક તેમજ વરિષ્ઠ સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું સોમવારે નિધન થયું છે. મુંબઇના વસુંધરા એપાર્ટમેન્ટથી તેમની અંતિમ યાત્રા નિકાળવામાં આવી અને બાલગંગામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

Jul 9, 2019, 12:09 PM IST
Ambaji Accident Died  Funeral PT6M34S

અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતના મૃતકોની કરાઈ દફનવિધી

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતસર્જાયો હતો, જેમાં અકસ્માતમાં ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા, તમામ મૃતકોની વહેવી સવારે દફનવિધી કરવામાં આવી છે, રોડ પર જીપ પલટતા અકસ્માત સર્જાયો હતો.

Jun 8, 2019, 01:50 PM IST
Congress MLA Lalit Kagathara's Son Vishal Kagathara's Funeral PT26M25S

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેમાં પિતા લલિત કગથરા દીકરાના દેહને જોઈ ધ્રૂસેકને ધ્રૂસકે રડી પડ્યા હતા. પરેશ ધાનાણી તેમને સાંત્વના આપતા નજરે પડ્યા હતા

May 19, 2019, 11:15 AM IST