અમદાવાદમાં કંપારી છોડાવી દે તેવી ઘટના: 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી છે, મને પકડી લો..'

સાણંદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હત્યા પાછળ શું સાચું કારણ છે એ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે. 

અમદાવાદમાં કંપારી છોડાવી દે તેવી ઘટના: 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી છે, મને પકડી લો..'

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં મહિલાઓ સાથે શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓ બની રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં હત્યાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે, ત્યારે જે હાથે લગ્નના હસ્ત મેળાપ થયા હતા. એ જ હાથે પત્નીના ગળે ટૂંપો દઈને પત્નીની હત્યા કરી નાંખી અને આરોપી પતિ પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કબૂલાત સાથે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરી દીધું છે. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આ ઘટનામાં ભોગ બનનાર મહિલાનું નામ ડિમ્પલ રાણા છે. જેની ઉંમર 41 વર્ષીય છે. તેમના લગ્ન 20 વર્ષ પહેલા સુરેન્દ્રનગરના રતનપર ગામના અશોક રાણા સાથે સામાજિક રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. 20 વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનો પણ છે. જેમની તેમના પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે. તેનું નામ અશોક રાણા છે, જે ડિમ્પલ રાણાના પતિ છે. 

No description available.

આ એ જ પતિ છે જેણે પોતાની જ પત્ની ડિમ્પલ રાણાને ગળે ટૂંપો આપીને ગઈ તારીખ 09-08-2022 રોજ હત્યા કરી નાખી હતી અને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની ડિમ્પલ રાણાની હત્યાની કબૂલાત સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. તો આખરે કઈ રીતે હત્યા થઇ અને શું કામ પોતાની પત્ની જ હત્યા કરી તેના પતિએ... આખી ઘટના વિશે મૃતક ડિમ્પલ રાણાના ભાઈ પાસેથી હકીકત જાણવા મળી છે. 

ડિમ્પલ રાણા અને અશોક રાણા લગ્ન રાજી ખુશીથી થયા તો હતા, પરંતુ તેઓ 20 વર્ષમાં સુખેથી રહી ન શક્યા. આ ખુદ મૃતકના ભાઈ અનિલ રાણા જણાવી રહયા છે કેમ કે બનેવી અશોક રાણા આમ તો ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હતા, પણ જ્યારે ઘરે હાજર હોય ત્યારે પત્ની ડિમ્પલ રાણાને શંકાની નજરે જોવાનું અને શંકા રાખીને જ વાત કરવાની જે બાબતોને લઇને ડિમ્પલ રાણા અને અશોક રાણા વચ્ચે અવારનવાર ઝઘડા થઈ જતા હતા.

No description available.

બે માસ પહેલા પણ ડિમ્પલ રાણા અને અશોક રાણા વચ્ચે ઝગડો થયો હતો અને ત્યારે પણ ડિમ્પલ રાણાનું ગળું દાબવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ડિમ્પલ રાણા પોતાના બે સંતાનો સાથે ઘર છોડીને પિયર નીકળી ગયા હતા, પણ સામાજિક રીતે સમાધાન કરી ફરી થોડા સમય પછી પરત અશોક રાણા સાથે રહેવા આવી ગયા હતા. સામાન્ય પરિવારની જેમ જીવન કાઢી રહયા હતા. ત્યારે જ ગઈ તારીખ 09-08-2022ની બપોરે ડિમ્પલ રાણા અને અશોક રાણા પત્ની પત્ની બંને ઘરે હતા એ સમય દરમિયાન બંને વચ્ચે ઝગડો થયો હતો અને એ ઝગડો એટલો ઉગ્ર બની ગયો કે પતિ અશોક રાણાએ પોતાની પત્ની ડિમ્પલ રાણાને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાંખી. ત્યારબાદ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સામેથી હાજર થઇ ગયા હતા.

સાણંદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હત્યા પાછળ શું સાચું કારણ છે એ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news