લોકડાઉન પછી બાળકોનો સ્વભાવ બદલાયો? વલ્ગર વીડિયો-ફોટા જોવા લાગ્યા? આવા બાળકોને ટ્રેક પર લાવવાનો રસ્તો મળ્યો

જો આપણે શાંતિપૂર્ણ અને વિકાસશીલ સમાજની ઈચ્છા રાખીયે તો બાળકના મનને વ્યગ્ર થતા બચવવાની જવાબદારી આપણી બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના લેબઆસિસ્ટન્ટ ડૉ. મીરા જેપાર અને સેમ-1 ની વિદ્યાર્થીની ધારિતા ઝાંખડીયા ભવન, અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં બાળ માનસ પર થતી અસર માટે 1171  પર સર્વે કરાયો હતો. જેમાં ઘણી બાળ માનસની હકીકતો સામે આવી છે.
લોકડાઉન પછી બાળકોનો સ્વભાવ બદલાયો? વલ્ગર વીડિયો-ફોટા જોવા લાગ્યા? આવા બાળકોને ટ્રેક પર લાવવાનો રસ્તો મળ્યો

ગૌરવ દવે/રાજકોટ :જો આપણે શાંતિપૂર્ણ અને વિકાસશીલ સમાજની ઈચ્છા રાખીયે તો બાળકના મનને વ્યગ્ર થતા બચવવાની જવાબદારી આપણી બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના લેબઆસિસ્ટન્ટ ડૉ. મીરા જેપાર અને સેમ-1 ની વિદ્યાર્થીની ધારિતા ઝાંખડીયા ભવન, અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં બાળ માનસ પર થતી અસર માટે 1171  પર સર્વે કરાયો હતો. જેમાં ઘણી બાળ માનસની હકીકતો સામે આવી છે.

બાળકો વિશે આપનું વિશેષ નિરીક્ષણ 

  • વધુ એકટીવ થઇ ગયું છે પહેલા કરતા, વધારે ક્રોધિત થઇ ગયું છે, જિદ્દી થઇ ગયો છે,
  • મોબાઈલમાં વધારે રચ્યો પચ્યો રહે છે.
  • લોકડાઉન પછી મોબાઈલ, ટીવીનો ઉપયોગ વધ્યો છે.
  • સોશીયલ મીડિયામાં વધારે પડતો રચ્યો પચ્યો રે છે
  • કોઈપણ ઇવેન્ટમાં ભાગ લે નંબર ના આવે એટલે નાસીપાસ થાય છે.
  • કોરોના મહામારી દરમિયાન બાળકમાં ખુબ નિષેધક અસર જોવા મળી છે.
  • તે હંમેશા બીજાઓનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે.
  • સ્કુલ ન જાવાના કારણે તેમનો અને ઘરના લોકોનો સ્વાભાવ ચીડિયો બની ગયો છે.
  • શિક્ષકો કહે તો માને છે અને ઘરે કહીએ તો આનાકાની કરે છે.
  • અભ્યાસમાં અભિરુચિ સમાપ્ત થઇ ગઈ છે.
  • કોરોના પછી બાળકોમાં વિકૃત સમસ્યાઓ વધી ગઈ છે.
  • સતત ભય લાગે છે કે ઓનલાઈન શિક્ષણણી આડમાં પરિવારની આબરૂ ક્યાંક દાવ પર ન લાગે .
  • વલ્ગર વિડીયો અને ફોટા જોતા થઇ ગયા છે.

આ સર્વેને આધારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું કે બાળકોને ને લગતી ઘણી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ છે, જેમ કે  શૈક્ષણિક, માનસિક સમસ્યા, શારીરિક સમસ્યા, શરીરમાં કોઈ  ઉણપ, એગ્રતાનો અભાવ, ચીડિયાપણું વગેરે. આવી સ્થિતિમાં એ જોવું જોઈએ કે બાળક પાસે પૂરતા પ્રમાણમાં વિટામિન B12, B3છે કે નહિ અથવા હિમોગ્લોબીનની ઉણપ છે કે નહિ. જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો આજે બાળકોમાં મિશ્ર સમસ્યાઓ એટલે કે માનસિક, શેક્ષણિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક છે. તે આ મુજબ હોય શકે.

શૈક્ષણિક સમસ્યાઓ

બાળકોને અભ્યાસને લગતી સમસ્યાઓ જેમકે તણાવ, ભય, નિષ્ફળતાના અપરાધ/આત્મહત્યાની વૃત્તિ વગેરેને ધ્યાનમાં રાખીને સરકારી શિક્ષણ નિતીમાં નોંધાપાત્ર ફેરફારો કરવાંમાં આવ્યા હતા. પરંતુ તેમ છતા 6 થી 12 વર્ષની વયના બાળકોના શિક્ષણને લગતી કેટલીક માનસિક સમસ્યાઓ હજુ પણ રહે છે, ખાસ કરીને તેમના માતાપિતા અને શિક્ષકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે સંઘર્ષ અનુભવે છે.

બાળક માટે શિક્ષણ ખુબ જ જરુરી છે, સાથે સાથે બાળકોના હૃદય અને મગજ માં રસ અને લગાવ પેદા થાય.

શારીરિક સમસ્યાઓ અવગણશો નહિ 
જે બાળકો વાંચનમાં નબળા હોય છે, તેમને માતાપિતા ના ટોણા સાંભળવા પડ્યા હોય છે, તેને કારણે હીનતાનાનો ભોગ બને છે. બાળકને શીખવાની અક્ષમતા અથવા ADHD (અટેન્સન ડેફિસિત હાયપરએકટીવીટી ડિસોર્ડર ) અથવા ADD (અટેન્સન ડેફિસીટ ડીસોર્ડર ) હોઈ શકે છે.

માતાપિતા શિક્ષકોએ બાળકની આ સમસ્યા ને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

ઓટીઝમ રોગ મગજની સિસ્ટમ સાથે પણ સંકળાયેલો છે. આથી પીડિત બાળકની સંવેદનાત્મક સિસ્ટમ અવયવસ્થિત છે, જેને કારણે તે સામાન્ય બાળકની જેમ જીવી શકતો નથી. આ બાળકોને પણ ખાસ કાળજી, પ્રેમ અને પ્રોત્સાહનની જરૂર હોય છે.

Asperger 's આ ઓટીઝમની જ નાની સમસ્યા છે. આમાં બાળક આંખનો સંપર્ક ઓછો રાખે છે, ઓછું બોલે છે, ઓછું સાંભળે છે. હા-ના માં વધુ વાતો કરે છે. જેના માતપિતા સારવાર કરવા સક્ષમ નથી  તેવા બાળકોની સમયસર જાણ થાય તો સારવાર શક્ય છે. આ સર્વેમાં 50% લોકોએ જણાવ્યું છે કે બાળકોમાં આંખની સમસ્યા વધી છે.

સમય સાથે છોકરીઓના તરુણાવસ્થાના સમયગાળામાં ફેરફાર થયો છે. હવે છોકરીઓ 6/7માં ધોરણમાં પહોંચે છે ત્યા સુધીમાં તેમને પિરિયડ્સ આવવા લાગે છે. આવી સ્થિતિમાં  માતાપિતા માટે તેનો સામનો કરવો પડકાર જનક બની જાય છે. તેમના શરીરના આ બદલાવને કારણે છોકરીઓ ઘણીવાર તણાવ અને હતાશ પણ થાય છે.

દીકરીઓના માતાપિતા, ખાસ કરીને માતાઓ, તેમને મૂળભૂત હોર્મોનલ ફેરફારો, પીરીડ્સ આવવાના કારણો અને કાળજી, સલામત જાળવણી વગેરે વિશે સમજાવે છે. દીકરીઓને સમજાવો કે તે આ વાત જેટલી સરળતાથી લેશે એટલા હળવા અને તણાવમુકત રહેશે.

ટીનેજર્સ શા માટે પોતાને નુકશાન પોંહચાડે છે? 
વર્તન સમસ્યાઓ બાળકોમાં આજે સૌથી વધુ માનસિક સમસ્યા બની ગઈ છે. એક સમય હતો જયારે ઘણા બાળકો હતા અને તેમના મોટા ભાઈ બહેનો તેમના નાના ભાઈ બહેન માટે રોલ મોડેલ બનતા હતા. જો કે હવે ન્યૂક્લીયર ફેમિલી અને સિંગલ ચાઈલ્ડ ઉછેરનો ટ્રેન્ડ ઘણો બદલાઈ ગયો છે.

બાળકોનું આક્રમક વર્તન : 
બાળકો માટે આક્રમક વર્તન તેમની ઈચ્છા પુરી કરવા માટેનું માધ્યમ છે. તેમનામાં ધીરજનો અભાવ છે. બાળકને તેના આવેગને નિયંત્રિત કરવાનું શીખવો અને તેને ભૌતિક માધ્યમોના બદલે શબ્દોમાં તેની લાગણીઓ વ્યક્ત કરવા કહો. આ રીતે તેના મિત્રો પણ વધુ બનશે.

બાળક સાથે ધિરજપૂર્વક વાત કરો 
અસામાન્ય વર્તનના કારણો જાણવાનો પ્રયત્ન કરો. તમારી પ્રેમાળ -દયા તેની માનસિક વેદનાને શાંત કરશે.

જો હાયપર એકટીવ બાળક હોય તો દરરોજ તેને ઘરની બહાર આઉટડોર ગેમ્સ રમાડો... જ્યાં તે મુક્તપણે રમી શકે.

સમજાવટ 
બાળકોને શરૂઆત થી જ તમારી પરિસ્થિતિ થી વાકેફ કરો જેથી કરી તે સાચી ખોટી માંગણી કરતા પેલા વિચારે... જીદ નો સહારો ના લે.

જૂઠું બોલવું
બાળકના જુઠા બોલાવાની પાછળ ક્યાંક માતાપિતા અને શિક્ષકનો કઠોર વ્યવહાર તો કારણભુત તો નથી ને તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. માતાપિતા તેમના બાળકોને ખુલ્લું અને તંદુરસ્ત વાતાવરણ આપે છે તો બાળકો ભાગ્યે જ જૂઠું બોલે છે.

ડરપોક અને આધીન બનવું : 
માતાપિતા બાળકોને ખોટી બાબતોનો ભય બતાવવાનો બંધ કરે તે જરૂરી છે. જેનાથી બાળક  આત્મા વિશ્વાસ ગુમાવે છે. તેની બદલે સાહસિક કથાઓ કહો. બહાદુર અને પ્રેરણાદાયક મહાન લોકોની વાર્તાઓ કહો. મનોવૈજ્ઞાનિક સલાહકારની મદદ લેતા પણ અચકાશો નહિ.

કહ્યા વિના વસ્તુઓની ચોરી કરવી અથવા ઉપાડવી  
કહ્યા વિના વસ્તુઓની ચોરી કરવી અથવા ઉપાડવી એ ક્લેટો મેનિયા કહે છે. તેને પ્રેમથી સમજાવી સારા ઉદાહરણ આપી બાળકને તેની ભૂલથી વાકેફ કરી શકાય ચોક્કસ સુધરશે..

વધુમાં ડો. જોગસણ જણાવે છે કે આજના યુગના બાળકો અસુરક્ષિત વાતાવરણ, થાક, તણાવ  વગેરે સાથે મોટા થઇ રહ્યા છે. બાળકો વીડિઓ ગેમ્સના લીધે આઉટડોર ગેમ્સ ભૂલતા જાય છે. આથી તેમના મિત્રો ઓછા બંને છે. તેથી એકલતાનું અને સંઘર્ષનું પ્રમાણ બાળકોમાં વધ્યું છે. તેથી સમાયોજનના પ્રશ્ન ઉદભવે છે. માતાપિતા તેના આ વલણમાં બદલાવ લાવી શકે છે. માતપિતાએ અન્ય બાળક સાથે બાળકોની સરખામણી કરવી નહિ. બાળકના ગુણોને પ્રોત્સાહન આપી કોન્ફિડેન્ટ અપાવવો જોઈએ. તેથી બાળક આત્મવિશ્વાસથી ભરપૂર બનશે. જીવનના  દરેક પડકારનો સામનો કરશે. આ સાથે તમે શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે ખુશ વ્યકિત પણ બની શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news