મહિલાએ કહ્યું, 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી હતી, તેમાંથી મને પરત લાવનાર ડોકટરો હતા'

મધુબેન મકવાણા કહે છે કે, મારૂ ઓકિસજન (Oxygen) લેવલ ૫૦ ટકા થઇ ગયુ ત્યારે અણીના સમયે અમે આ દવાખાનામાં આવ્યા હતા. જોકે બાર દિવસ સુધી સતત ઓકિસજન, દવાઓ, ઇંજેકશન આપી અહીના ડોકટર, નર્સ સહિતના સ્ટાફે મને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધી છે.

Updated By: May 9, 2021, 02:28 PM IST
મહિલાએ કહ્યું, 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી હતી, તેમાંથી મને પરત લાવનાર ડોકટરો હતા'

ગૌરવ દવે/રાજકોટ : 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી તેમાંથી મને પરત ડોકટરો લાવ્યા, જીવન આપનાર વીંછીયા દવાખાનાના સ્ટાફનો આભાર માનું છું.' આ શબ્દો છે વીંછીયાના મધુબેન મકવાણાના. 12 દિવસ સુધી કોરોના સામે લડત લડ્યા બાદ અંતે તેમને કોરોનાને મહાત આપી અને સાજા થઈ ગયા છે. 

રાજકોટ જિલ્લાના તાલુકા કક્ષાના વિછિયામાં કોરોના દર્દીઓ માટેની ઉત્તમ વ્યવસ્થા સરકારી હોસ્પિટલ - આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવી છે. જેથી કોરોના (Corona) દર્દીઓને સારવાર લેવા માટે રાજકોટ (Rajkot) કે અન્ય શહેરોમાં જવુ ન પડે અને ઘર આંગણે જ કોરોનાનો ઇલાજ કરાવી શકે.

ટેસ્ટિંગ કીટ વગર બનશે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' ! બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો 

ત્યારે શનિવારે વિછિયા (Vichhiya) ના આરોગ્ય કેન્દ્રમાં બાર દિવસની કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થઇ ઘરે જઇ રહેલા મધુબેન મકવાણા કહે છે કે, મારૂ ઓકિસજન (Oxygen) લેવલ ૫૦ ટકા થઇ ગયુ ત્યારે અણીના સમયે અમે આ દવાખાનામાં આવ્યા હતા. જોકે બાર દિવસ સુધી સતત ઓકિસજન, દવાઓ, ઇંજેકશન આપી અહીના ડોકટર, નર્સ સહિતના સ્ટાફે મને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધી છે.

કોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે, ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો
ગોડલાધારમાં રહેતા અમરશીભાઇ કડવાએ પણ વિછિયાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇને સાજા થઇને ઘરે પરત ફર્યા. તેઓ કહે છે કે અમે ગરીબ માણસો કયારેય ખાનગી દવાખાનામાં ઉપચાર ન કરાવી શકીએ. સરકારી દવાખાનાનો સ્ટાફ મારી સેવા–સારવાર માટે ખડે પગે ઉભો હતો. મારી સેવામાં કોઇ કમી રાખી નથી. દવા, ઇંજેકશન સમયસર આપતા.અત્યારે કોરોનામાં માણસ જ્યારે માણસથી ભાગી રહયો છે. તેવા સમયે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે, સાજો કર્યો છે.

રાજકોટ સિવિલમાં બેન્ઝ સર્કિટથી 50 દર્દીઓ થયા સાજા, દર્દીઓ માટે આશીર્વાદરૂપ

કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 7224 ટેસ્ટ અને 4742 લોકોનું રસિકરણ કરાયું
જસદણ (Jasdan) તાલુકામાં આવેલ કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. હેપ્પી પટેલના જણાવ્યા પ્રમાણે તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય કેન્દ્રના કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવે છે. 

આ સર્વે દરમિયાન કોઈ વ્યક્તિમાં કોવીડ (Covid 19) ના પ્રાથમિક લક્ષણો જોવા મળે તો તેમને ટેસ્ટીંગ કરાવવા માટે સમજાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 1498 લોકોના આર.ટી.પી.સી.આર. અને 5726 લોકોના એન્ટીજન ટેસ્ટ મળી કુલ 7224 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 4742 લોકોને રસીકરણ હેઠળ આાવરી લેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube