સુરત: ક્રિપ્ટો કરન્સીના નામે લોભામણી સ્કીમો આપી 3 હજાર લોકો સાથે છેતરપિંડી

શહેરમાં ક્રિપટો કરન્સીના નામે એકના ડબલ કરવાની સ્કીમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.

સુરત: ક્રિપ્ટો કરન્સીના નામે લોભામણી સ્કીમો આપી 3 હજાર લોકો સાથે છેતરપિંડી

ચેતન પટેલ/સુરત: શહેરમાં ક્રિપટો કરન્સીના નામે એકના ડબલ કરવાની સ્કીમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.

સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં જુદા જુદા કોઈન બહાર પાડી હજ્જારો લોકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવ્યો હતો. આ બનાવમાં જીપીઆઈડી એકટ 2003 હેઠળ સીઆઈડી ક્રાઈમ દ્વારા તાપસ કરીને જિલ્લા કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. તે તપાસ હેઠળ મળી આવેલી ચિટ કંપનીઓની પ્રોપરટી ગવર્મેન્ટ સિઝ કરી છે. રોકાણકારોના દાવા સ્વિકારવા એસડીએમ સુરતની નિમણૂક કરવામાં આવતાં લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

અમિત શાહના કાર્યક્રમ પર કોંગ્રેસે કહ્યું, ‘ઈલેક્ટ્રીક બસ 2 મહિનાથી રોડ પર ફરે છે, આજે માત્ર ફોટોસેશન થયું’

હાલ તમામ રોકણકારોએ કરેલા રોકાણની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસમાં આ આંકડો 2954 સુધી પહોંચ્યો છે. 30 ઓગસ્ટ સુધીમાં મોટા પ્રમાણમાં સંખ્યા વધે તો નવાઇની વાત નથી. સરકાર દ્વારા ભોગ બનનાર વતી કંપનીઓ સામે દાવો દાખલ કરવામાં આવનાર છે.

અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી

આ અંગે સિટી પ્રાંતની એસડીએમ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભોગબનનાર પાસે દાવા અરજી લેવામાં આવી રહી છે. સરકાર ઠગોની મિલકત ટાંચમાં લેશે અને મિલકત વેચી અરજદારોને ચુંકવણી કરશે. આવી લોભામણી લાલચમાં આવીને નાણાં ગુમાવનારમાં મોટા ભાગના તાપી જિલ્લા, સુરત જિલ્લા અને જલગાંવથી પણ લોકો દાવો કરવા માટે આવ્યા હતા.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news