અમિત શાહના કાર્યક્રમ પર કોંગ્રેસે કહ્યું, ‘ઈલેક્ટ્રીક બસ 2 મહિનાથી રોડ પર ફરે છે, આજે માત્ર ફોટોસેશન થયું’
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગે કોંગ્રેસને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ બસ છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે આજે માત્ર ફોટોસેશન થયું છે.
અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રીએ આપેલી ઇલેક્ટ્રિક બસનુ ઉદઘાટન કર્યું છે, ત્યારે ઈલેક્ટ્રિક વાહનોની સેવા આવકાર્ય છે. પરંતુ અમદાવાદમાં AMTS પોતાની માલિકીની બસ માત્ર 40 જ ફરી રહી છે. એક સમયે લાલ બસ અમદાવાદની ઓળખ હતી. ભાજપના શાસકો એએમટીએસને દેવામા ડૂબાડી છે. ખાનગી બસના ચાલકોને ફાયદો કરાવવા કોર્પોરેશનની બસ ઓછી ફેરવવામાં આવે છે અને ભાડાની બસ રાખે છે. જેથી માત્ર 40 બસ જ તેમની છે. ભાજપના મળતીયાઓને ફાયદો કરાવવા બસ ભાડે રખાય છે.
કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, આ ઈલેક્ટ્રીક બસ તો છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે, આજે માત્ર ફોટોસેશન થયું છે. આ બસ ઓનરોડ બે મહિનાથી હતી. વૃક્ષારોપણ મામલે પણ ભાજપ મોટું જુઠ્ઠાણુ ચલાવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે તેવો સત્તાવાર વિધાનસભામાં જવાબ અપાયો છે. દેશની 25 નદીઓ સૌથી પ્રદુષિત છે, જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે. ગુજરાતની તાપી અને સાબરમતી નદી અત્યંત પ્રદુષિત છે. એક તરફ ફોટોસેશન થાય, અને બીજી તરફ વૃક્ષોની બેફામ કાપણી થઈ રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે