વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી, આઈસોલેશન વોર્ડમાં એક અજાણી યુવતી ઘૂસી ગઈ


વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 653 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કુલ 371 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. 

વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી, આઈસોલેશન વોર્ડમાં એક અજાણી યુવતી ઘૂસી ગઈ

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળીને અત્યાર સુધી કોરોના વાયરસના 653 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના વાયરસની સારવાર કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. આ વોર્ડમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ સિવાય કોઈપણ વ્યક્તિ અંદર જઈ શકે નહીં. ત્યારે ગોત્રી કોવિડ હોસ્પિટલના સિક્યોરિટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં બનેલા આઇસોલેશન વોર્ડ-2માં એક અજાણી વ્યક્તિ ઘૂસી ગઈ હતી. 

હોસ્પિટલની ગંભીર બેદરકારી
વડોદરા શહેરમાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે. કોરોના સંક્રમણ વ્યક્તિ ટુ વ્યક્તિ ફેલાતું હોવાથી આ વોર્ડમાં માત્ર દર્દીઓ જ હોય છે. અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે હોસ્પિટલના સિક્યોરિટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આઈસોલેશન વોર્ડ-2માં એક બુકાનીધારી યુવતી ઘૂસી ગઈ હતી. ત્યારબાદ તેણે આ વોર્ડમાંથી વીડિયો કોલ પણ કર્યો હતો. તેણે ફોટા પાડતા હંગામો પણ થયો હતો. આઈસોલેશન વોર્ડ-2માં વેન્ટિલેટર રહેલા કોરોનાના દર્દીઓને રાખવામાં આવે છે. આ યુવતી ત્યારબાદ ત્યાંથી ભાગી ગઈ હતી. હાલ તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. તો પોલીસે યુવતીને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી છે. 

કોરોનાની સામે 40.63 ટકાનો હાઇએસ્ટ રિકવરી રેટ હાંસલ કરતું ગુજરાત

વડોદરામાં કોરોના વાયરસના 653 કેસ
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 653 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કુલ 371 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે. વડોદરા જિલ્લામાં હાલ 250 એક્ટિવ કેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news