રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને મળી મોટી રાહત : કોર્ટે રાજ્ય બહાર જવા મંજૂરી આપી

લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ (hardik patel) ને અમદાવાદ સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે મંજૂરી આપી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજ્ય બહાર જવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. 

Updated By: Jun 23, 2021, 03:14 PM IST
રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને મળી મોટી રાહત : કોર્ટે રાજ્ય બહાર જવા મંજૂરી આપી

આશ્કા જાની/અમદાવાદ :લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ (hardik patel) ને અમદાવાદ સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે મંજૂરી આપી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજ્ય બહાર જવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. 

અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (hardik patel) કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.