IND vs NZ WTC Final: કરોડો ભારતીયોના દિલ તૂટ્યા. ફાઇનલમાં હારી વિરાટની ટીમ

ICC WTC 2021 Finals: કેન વિલિયમસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતને શમરનજક પરાજય આપી કીવી ટીમે દમદાર જીત મેળવી છે. 

IND vs NZ WTC Final: કરોડો ભારતીયોના દિલ તૂટ્યા. ફાઇનલમાં હારી વિરાટની ટીમ

સાઉથમ્પ્ટનઃ કેન વિલિયમસનની ન્યૂઝીલેન્ડન ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને વિકેટે હરાવી ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કીવી ટીમે જીત મેળવી પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવી દીધું છે. જ્યારે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાને નિરાશા હાથ લાગી છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને 32 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 170 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને કીવી ટીમને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડ ટીમે કેપ્ટન વિલિયમસનની અણનમ અડધી સદીની મદદથી 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

ન્યૂઝીલેન્ડના બન્ને ઓપનર આઉટ
ન્યૂઝીલેન્ડે પોતાની બીજી ઈનિંગમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. કીવી ટીમના બન્ને ઓપનરો પેવેલિયન પરત ફરી ગયા છે. ભારતને બન્ને સફળતા આર અશ્વિને અપાવી છે. ટોમ લાથમ 9 અને ડેવોન કોનવે 19 રન બનાવી આઉટ થયા છે. 

ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. ટીમ બીજી ઈનિંગમાં માત્ર 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બન્ને ઈનિંગમાં ભારતીય ટીમનો એકપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નથી. ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો છે. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ 48 રન આપી ચાર, ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ ઝડપી હતી. કાઇલ જેમિસનને બે તથા વેગનરને એક વિકેટ મળી હતી. 

મોહમ્મદ શમી સાઉદીનો બન્યો શિકાર
ભારતીય ટીમને નવમો ઝટકો મોહમ્મદ શમીના રૂપમાં લાગ્યો હતો. શમી 10 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 13 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમે 170 રનનો સ્કોર પર નવમી વિકેટ ગુમાવીવ હતી. 

રિષભ પંત બન્યો બોલ્ટનો શિકાર
ભારતીય ટીમને સાતમો ઝટકો લાગ્યો છે. ટ્રેન્ટ બોલ્ટે રિષભ પંતને 41 રન આઉટ કરી ન્યૂઝીલેન્ડને મોટી સફળતા અપાવી છે. આ વિકેટ સાથે ન્યૂઝીલેન્ડની જીતની આશા પણ વધુ મબજૂત બની છે. પંત એકવાર ફરી ખરાબ શોટ ફટકારી આઉટ થયો છે. આજ ઓવરમાં બોલ્ટે અશ્વિનને આઉટ કરી ભારતને આઠમો ઝટકો આપ્યો હતો.

રવિન્દ્ર જાડેજા વેગનરનો બન્યો શિકાર
લંચ બાદ ભારતીય ટીમની જવાબદારી જાડેજા અને પંત પર હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા 16 રન બનાવી નીલ વેગનરનો શિકાર બન્યો છે. ભારતીય ટીમનો સ્કોર 142 રન છે અને ટીમ 110 રન આગળ છે. 

લંચ સમયે ભારત 130/5
ભારતીય ટીમે નિર્ણાયક દિવસે લંચ સમયે 130 રન બનાવી વિકેટ ગુમાવી છે. રિષભ પંત 28 અને જાડેજા 12 રન બનાવી ક્રિઝ પર છે. ભારતીય ટીમની કુલ લીડ 98 રન છે. ન્યૂઝીલેન્ડ તરફથી આજે જેમિસને બે અને બોલ્ટે એક વિકેટ ઝડપી છે. 

અજિંક્ય રહાણે આઉટ
ભારતીય ટીમને રહાણેના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. અજિંક્ય રહાણે માત્ર 15 રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો છે.  

ચેતેશ્વર પુજારા ફરી ફ્લોપ
કાઇલ જેમિસને આ મેચમાં શાનદાર બોલિંગ કરી છે. મેચના નિર્ણાયક દિવસે ન્યૂઝીલેન્ડના લાંબા ફાસ્ટ બોલરે પહેલા વિરાટ કોહલી અને ત્યારબાદ પુજારાને આઉટ કરી ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી દીધી છે. પુજારા 15 રન બનાવી આઉટ થયો છે. 

જેમિસને બીજી ઈનિંગમાં કોહલીને કર્યો આઉટ
મેચના નિર્ણાયક દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 13 રન બનાવી જેમિસનનો શિકાર બન્યો છે. જેમિસને સતત બીજી ઈનિંગમાં કેપ્ટન કોહલીને આઉટ કર્યો છે. 

ભારતની બીજી ઈનિંગ
ભારતે પાંચમાં દિવસના અંતે પોતાની બીજી ઈનિંગમાં 64 રન બનાવ્યા છે. દિવસના અંતે વિરાટ કોહલી 8 અને પુજારા 12 રન બનાવી ક્રીઝ પર છે. ન્યૂઝીલેન્ડ તરફથી બન્ને વિકેટ ટિમ સાઉદીને મળી છે. 

બન્ને ઓપનરો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે 24 રનની ભાગીદારી કરી હતી. ભારતને પ્રથમ ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલ 8 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ 30 રન બનાવી સાઉદીની ઓવરમાં LBW આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડ 249 રન બનાવી ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 32 રનની લીડ મળી છે. કીવી ટીમ 249 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 76 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપીને ત્રણ, અશ્વિને 28 રન આપીને બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી છે. 

ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર અડધી સદી ફટકારતા 54 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન કેન વિલિયમસને 49 રનનું યોગદાન આપ્યું હતું. ટોમ લાથમ અને ટિમ સાઉદીએ 30-30 રન બનાવ્યા હતા. કાઇલ જેમિસને 21, ગ્રાન્ડહોમે 13 રનનું યોગદાન આપ્યું હતું. 

પ્રથમ ઈનિંગમાં ઈશાંત-શમી છવાયા
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 76 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 57 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અશ્વિનને બે તથા જાડેજાને એક સફળતા મળી હતી. જસપ્રીત બુમરાહની વિકેટનું ખાનુ ખાલી રહ્યું હતું. 

ભારતની પ્રથમ ઈનિંગ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અજિંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 44 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા 34 અને શુભમન ગિલ 28 રન બનાવી આઉટ થયા હતા. 

ચેતેશ્વર પુજારા 4, રિષભ પંત 4, ઈશાંત શર્મા 4 રન બનાવી આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજાએ 15 અને અશ્વિને 22 રનનું યોગદાન આપ્યું હતું. શમી 4 રન બનાવી અણનમ રહ્યો હતો. 

કાઇલ જેમિસનની પાંચ વિકેટ
ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. યુવા બોલર કાઇલ જેમિન્સન સૌથી સફળ બોલર રહ્યો હતો. જેમિસને 22 ઓવરમાં 31 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય તે નિલ વેગનરે 40 રન આપીને બે તથા બોલ્ટે 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીને 1 વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news