સમાજ માટે શરમજનક ઘટના! માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે કાળી મજૂરી કરી, ઘર છોડ્યું!

વડોદરામાં મોબાઈલની લતમાં 13 વર્ષના બાળકે છોડ્યું ઘર, પોતાના પૈસે મોબાઈલ લેવા સગીરે શરૂ કરી મજૂરી. સતત ગેમ રમવાના કારણે શાળાએ સગીરને કાઢી મુક્યો હોવાની માહિતી.

સમાજ માટે શરમજનક ઘટના! માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે કાળી મજૂરી કરી, ઘર છોડ્યું!

હાર્દીક દીક્ષિત/વડોદરા: સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં વાલીઓ પોતાના કામના ચક્કરમાં બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા હોય છે, ત્યારે વાલીઓની આ ભૂલ ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારને એક મોબાઈલ રોવડાવી રહ્યો છે. એક નાનકડા મોબાઈલ એ તેમના બાળક ને ભણતરથી તો દૂર ધકેલી જ દીધો છે તો સાથે જ આ બાળક ને પોતાના માતાપિતા કરતા મોબાઈલ વધુ પ્રિય લાગવા માંડ્યો છે.

આ મધ્યમ વર્ગીય પરિવાર માં ચાર સભ્યો છે જેમાં પતિપત્ની તેમજ બે દીકરા છે એક દીકરા ની ઉંમર 13 વર્ષ તો બીજો દીકરો 16 વર્ષ નો છે.માતાપિતા બંને છૂટક કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.ત્યારે માતાપિતા ની વ્યસ્તતા વચ્ચે 13 વર્ષ નો નાનો પુત્ર મોબાઈલ ના રવાડે ચઢી ગયો.હદ તો ત્યારે થઈ કે આ બાળકે મોબાઈલ માં ગેમ રમવા માટે પોતાના ઘર પરિવાર નો ત્યાગ કરી દિધો.

સમગ્ર મામલે ઝી24કલાક સાથે વાત કરતા બાળક ના પિતા એ જણાવ્યું હતું કે મારો નાનો દીકરો ભણવા માં ખૂબ જ હોશિયાર હતો.પરંતુ એક મોબાઈલ ની લત એ તેને અંધકાર તરફ ધકેલી દિધો છે.થોડા સમય અગાઉ મારા દીકરા એ ગેમ રમવા ની લાલચ માં શાળા ના કોમ્પ્યુટર રૂમ માં રાતવાસો કર્યો હતો. મોડી રાત્રે તે શાળા એ પોહચી ગયો હતો ને જેમતેમ કરી દરવાજો ખોલી ગેમ રમવા લાગ્યો હતો.બાળક ની ગેમ રમવાની કુટેવ ના કારણે શાળા માંથી પણ તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.

મારો દીકરો આજથી એક સપ્તાહ પેહલા મોબાઈલ માટે પોતાનું ઘર છોડી ચાલ્યો ગયો હતો.જેથી અમે બાળકના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. 13 વર્ષના પુત્રને શોધવા તેનો મોટો ભાઈ ઘરેથી નીકળ્યો હતો. ત્યારે મોટો પુત્ર પણ લાપતા થઈ જતા અમારી ચિંતામાં વધારો થયો હતો. ગોત્રી પોલીસને બીજા પુત્રના પણ ગુમ થયાની ફરિયાદ આપતા પોલીસે CCTVના આધારે મોટા પુત્રને નવાયાર્ડ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. જ્યાં તેને જણાવ્યું હતું કે ભાઈને શોધતા શોધતા હું અજાણ્યા વિસ્તારમાં પહોંચી ગયો હતો. બાદમાં થાકના કારણે ઊંઘ આવી જતા હું ફૂટપાથ પર જ સૂઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પરિવાર નો 13 વર્ષીય નાનો દીકરો છેલ્લા એક સપ્તાહ થી લાપતા હતો ત્યારે પરિવાર સહિત પોલીસ પણ તેને શોધવા કામે લાગી હતી.આખરે આ દીકરો એક સપ્તાહ બાદ મળી આવતા તમામે રાહત નો શ્વાસ લીધો હતો. 

એક સપ્તાહથી ગુમ બાળકે જણાવ્યું હતું કે તેણે મોબાઈલ વિના એક મિનિટ પણ ચાલે તેમ નથી. મોબાઈલમાં ગેમ રમવામાં ખૂબ મજા પડે છે. ઘરે માતા પિતાનો મોબાઈલ ઉપયોગમાં લઉ તો તેઓ ઠપકો આપે છે જેથી ખુદ નો મોબાઈલ ખરીદવા ઘર પરિવાર છોડી પિતા ના મિત્રો પાસે કામ શોધ્યું અને મજૂરી કરી પગારના પૈસે પોતાનો મોબાઈલ ખરીદવા નું નક્કી કર્યું હતું. બાળકનું આ નિવેદન સાંભળતા ત્યાં હાજર પોલીસ કર્મીઓ પણ એક ક્ષણે ચોંકી ઉઠ્યા હતા. મહત્વનું છે કે માતાપિતા માટે પોતાના બાળક થી વિશેષ કાઈ ન હોય શકે ત્યારે વડોદરા માં બનેલી આ ઘટના તમને એક વખત વિચારવા જરૂર મજબૂર કરશે.

અહી 13 વર્ષ ના બાળક ના પિતા ભીની આખે આપડા આ શિક્ષિત સમાજ ને ઘણુંબધું સિખવી અને સમજાવી જાય છે.તેઓ જણાવે છે કે તેમનો વ્હલસોયો નાનો દીકરો મોબાઈલ ના કારણે પરિવાર ને તેમજ ભણતર ને નફરત કરવા લાગ્યો છે.આખો દિવસ મોબાઈલ માં તે ફ્રી ફાયર ગેમ રમ્યા કરે છે.મોબાઈલ જ્યારે તેના હાથ માં હોય ચાર્જ માં લગાડી ને જ રાખે છે.જ્યાં જાય ત્યાં મોબાઈલ સાથે ચાર્જર લેવાનું ક્યારે ભૂલતો નથી.

એક વખત જ્યારે માતાપિતા એ મોબાઈલ ના વધુપડતા ઉપયોગ અંગે બાળક ને ટોકતા બાળક દ્વારા પોતાના માતાપિતા સામે જ મારમારી અત્યાચાર ગુજારતા હોવાની પોલીસ માં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.આજે પણ બાળક મોબાઈલ માટે પોતાના ઘર પરિવાર નો ત્યાગ કરવા તૈયાર છે અને જ્યારે મોબાઈલ અંગે કાઈક કહીએ કે સમજાવીએ તો અમારો 13 વર્ષ નાનો દીકરો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news