સકાબને ખરીદવા આ સુરતીને મળી છે કરોડો રૂપિયાની ઓફર, ૨૧ વાર બની ચુક્યો છે ચેમ્પિયન

સુરતના ઓલપાડ ખાતે રહેતા સીરાજખાન પઠાણ અશ્વપ્રેમી યુવાન છે. તેમના ત્યાં અલગ અલગ નસ્લના ૧૧ પાણીદાર ઘોડા છે. તમામ એક-એકથી ચઢિયાતા ઘોડા છે. પઠાણ પરિવાર ત્રણ ચાર પેઢીથી પાણીદાર અશ્વનો શોખ ધરાવે છે. હરિયાણાથી ૧૪ લાખમાં એક ઘોડો ખરીદયો હતો. આ ઘોડાની એક આંખ સફેદ અને બીજી બ્લેક હોવાના કારણે ખરીદાર આ ઘોડાને લેવા તૈયાર ન હતા.

સકાબને ખરીદવા આ સુરતીને મળી છે કરોડો રૂપિયાની ઓફર, ૨૧ વાર બની ચુક્યો છે ચેમ્પિયન

કિરણસિંહ ગોહિલ, સુરત: વાત કરીએ રાજા રજવાડાના સમયમાં યુદ્ધમાં જવાની વાત હોય કે નગરચર્યાની વાત હોય કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા રાજા રજવાડાઓ પાણીદાર અશ્વનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમયની સાથે યાંત્રિક વાહનો આવી જતા અશ્વનો શોખ ભુલાઈ રહ્યો છે, ત્યારે આજે પણ સુરતના ઓલપાડનો પઠાણ પરિવાર ત્રણ પેઢીથી પોતાના અશ્વ પ્રેમના કારણે ઓલપાડ,સુરત,ગુજરાત નહી પરંતુ પંજાબ,હરિયાણામાં જાણીતા છે .એનું કારણ છે તેમનો પાણીદાર સિંધી નસ્લનો સકાબ નામનો અશ્વ છે. આ અશ્વ ૨૧ વાર રેસમાં ચેમ્પિયન બન્યો છે. અશ્વપ્રેમીઓ સકાબને ખરીદવા કરોડો રૂપિયાની ઓફર કરે છે પણ અશ્વ માલિક તેને વેચવા તૈયાર નથી કેમકે તેઓ સકાબને એક પ્રાણી નહી પણ પરિવારનો સભ્ય માને છે.

સુરતના ઓલપાડ ખાતે રહેતા સીરાજખાન પઠાણ અશ્વપ્રેમી યુવાન છે. તેમના ત્યાં અલગ અલગ નસ્લના ૧૧ પાણીદાર ઘોડા છે. તમામ એક-એકથી ચઢિયાતા ઘોડા છે. પઠાણ પરિવાર ત્રણ ચાર પેઢીથી પાણીદાર અશ્વનો શોખ ધરાવે છે. હરિયાણાથી ૧૪ લાખમાં એક ઘોડો ખરીદયો હતો. આ ઘોડાની એક આંખ સફેદ અને બીજી બ્લેક હોવાના કારણે ખરીદાર આ ઘોડાને લેવા તૈયાર ન હતા. કેમકે સફેદ અને બ્લેક આંખ હોવાથી તાકી નામની બીમારી માનવામાં આવે છે છતાં સીરાજખાન પઠાણે આ ઘોડો ખરીદ્યો અને તેનું નામ સકાબ રાખ્યું .સકાબ અત્યાર સુધી નાની મોટી ૨૧ રેસ જીતી ચુક્યો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પણ અનેક રેસ જીતી જતા સકાબને ખરીદવા કરોડો રૂપિયાની ઓફર સિરાજખાનને કરવામાં આવે છે. પરંતુ સિરાજખાન કહે છે આ પ્રાણીની બોલી લગાવાય પણ સકાબ મારો દીકરો છે મારા પરિવાર નો સભ્ય છે. આખા દેશમાં મને ઓળખ આપી છે એને વેચાઈ નહી.

સીરજખાન પઠાણ પાસે ૧૧ પાણીદાર અશ્વ છે તમામ ના નામ રાખ્યા છે અને તેઓની હાલ ટ્રેનીગ આપવામાં આવી રહી છે. આ ઘોડા પણ સકાબની જેમ અન્ય રાજ્યમાં ગુજરાતનો ડંકો વગાડે એ માટે તેઓને ખાસ ટ્રેનર પાસે ટ્રેન કરવામાં આવી રહ્યા છે. ઘોડાના નામની વાત કરીએ તો સિરાજખાન પાસે સકાબ, સરીમ, લીઝર, માંચો, વર્ડ, મુર્તુજી, બહાર, સાજીલ, ગંગો ઘોડી, એક્સ ૧૦, રોશની અને કાફ્સે નામના ઘોડા છે. આ ઘોડા સુથા વાલી નસલ, લછા નસલ, હરલાલ નસ્લ, હેમજી નસલ અને સિંધી નસલના પાણીદાર ઘોડા છે.

સીરાજખાન પઠાણ  સકાબ નામના અશ્વને પોતાના જીવ કરતા વધારે માવજાત થી સાચવે છે. અશ્વની સંભાળ રાખવા ૬ માણસો રાખ્યા છે. ઘોડાને અનુરૂપ હવા હોય ત્યાં લઇ જવામાં આવે છે. ઘોડાને અનુરૂપ ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચણા, મગ, બાજરી, અંજીર, કાજુ, બદામ, મગજતરી ,શિંગોડાનો લોટ ,અળદનો લોટ ખોરાકમાં આપવામાં આવે છે. ગુજરાતમાં હવામાન બદલાય એટલે તમામ ઘોડાને ૪ મહિના રાજસ્થાન અનુકુળ વાતાવરણમાં ખસેડવામાં આવે છે.

સિરાજ ખાન ના દાદા,પિતાજી ,પોતે અને તેમનો દીકરો અશ્વના ચાહક છે, જ્યારે પણ રાજસ્થાન કે હરિયાણા અશ્વ રેસમાં ભાગ લેવા જાય અને તેમની નજર કોઈ પાણીદાર અશ્વ પર પડે તો તેઓ ખરીદી લાવે છે અને ઓલપાડ ખાતે અશ્વને ટ્રેનર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ જ રેસમાં ઉતારવામાં આવે છે. હાલ ૧૧ અશ્વમાંથી ચારથી પાંચ અશ્વની ટ્રેનીગ ચાલી રહી છે અને તેઓને વિશ્વાસ છે કે તેમના અન્ય અશ્વો પણ સકાબની જેમ રેસમાં અવ્વલ આવશે. સાથે ઓલપાડ ,સુરતના અશ્વપ્રેમીઓ રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી રહ્યા છે કે જેમ મહારાષ્ટ્રમાં ચેતક ફેસ્ટીવલ ઉજવાઈ છે અન્ય રાજ્યમાં પણ સરકાર પ્રોત્સાહન આપે છે તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગુજરાતમાં અશ્વ પ્રેમીઓ અને અશ્વ ફેસ્ટીવલની ઉજવણી કરે કેમકે ગુજરાતનો ઈતિહાસ હમેશા અશ્વને લઇ આન બાન અને શાન સમાન રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news