કિંજલ દવે બાદ ગુજરાતના 3 મોટા કલાકારો બીજેપીમાં જોડાયા

ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા ભાજપમાં જોડવાના છે. 

કિંજલ દવે બાદ ગુજરાતના 3 મોટા કલાકારો બીજેપીમાં જોડાયા

અમદાવાદ :ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાયા છે. ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા તથા કલાકાર સૌરભ રાજ્યગુરુ આજે વિધીવત રીતે ભાજપનું સભ્યપદ લઈને ભાજપમાં જોડાયા હતા. 

હવામાન વિભાગની આગાહી, આ દિવસોમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ગઈકાલે કિંજલ દવે બાદ હવે સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિત ભાજપમાં જોડાયા છે. આ તમામ કલાકારોનું સન્માન રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

કોણ કોણ ભાજપમાં જોડાયું

  • કિંજલ દવે
  • ઐશ્વર્યા મજમુદાર
  • અરવિંદ વેગડા
  • સૌરભ રાજ્યગુરૂ
  • પ્રાંજલ ભટ્ટ
  • પૂજા પ્રજાપતિ
  • કુણાલ ભટ્ટ, સોફિયા કચેરીયા
  • પ્રતીક ત્રિવેદી
  • પાર્થ ઠક્કર
  • પિંકી દોશી
  • ડો, નેહલ સાધુ 
  • પિંકી સાધુ  

કાર્યક્રમ કમલમ લઈ જવાયો 
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ કલાકારોને ભાજપમાં જોડવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમને લઈને અમદાવાદ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ ભાજપ વચ્ચે સંકલનનો અભાવ જોવા મલ્યો હતો. જેને પગલે કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાર્યાલયનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ લઇ જવામાં આવ્યો હતો. કલાકારોને જિલ્લા કાર્યાલય ખાતે સન્માન કાર્યક્રમ બાદ કમલમ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને તેના ચાહકોને તેના ભાજપમાં જોડાણ અંગેની વાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક સેલિબ્રિટી લોક ગાયિકાએ જોડાણ કર્યું છે. કિંજલના ભાજપમાં જોડણા અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news