Bharuch: નર્મદા નદીમાં પૂર આવતાની સાથે સાયરન વાગશે, જાણો તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઇ-રેવા સિસ્ટમ શું છે
ભરૂચમાં વહીવટીતંત્રે આપતકાલીન પરિસ્થિતિઓનો AI ટેક્નોલોજીની મદદથી સામનો કરશે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચમાં વહીવટીતંત્રે આપતકાલીન પરિસ્થિતિઓનો AI ટેક્નોલોજીની મદદથી સામનો કરશે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા Artificial intelligence આધારિત ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ઔદ્યોગિક અકસ્માત અને રાજ્યની સૌથી મોટી નદી નર્મદામાં જળસ્તરના વધારા સમયે તંત્ર અને સ્થાનિકોને એલર્ટ કરી જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપશે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી દેશની કોઈ દિગ્ગ્જ IT કંપનીઓ દ્વારા નહીં પરંતુ સ્ટાર્ટઅપને તક અને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે.
વર્ષો પૂર્વે ભરૂચના કોટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વિક્ટોરિયા ટાવર ઉપર લગાડવામાં આવેલ સાયરન ભરૂચમાં સંભવિત હુમલા અને નર્મદાના પૂર વિશે લોકોને સાવચેત રાખતું હતું. વર્ષ 2001 ના ભૂકંપમાં આ ટાવર ધરાશાયી થવા સાથે વોર્નિંગ સિસ્ટમ પણ નાશ પામી હતી. આ બાદ ટેક્નોલોજીની મદદથી SMS, સોસીયલ મીડિયા અને સરકારી વાહનો દ્વારા એનાઉન્સમેન્ટની મદદથી લોકોને સાવચેત રાખવાનો પ્રયાસ કરતો હતો. ભરૂચ જિલ્લા કલેકટરે આ મેન્યુઅલ સિસ્ટમ દૂર કરી ટેક્નોલોજી સાથે કદમ મિલાવી Artificial intelligence આધારિત ટેક્નોલોજી ડેવલોપ કરાવી છે. આ સિસ્ટમ આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવામાં સરકારી તંત્રને મજબૂત બનાવશે.
આ સિસ્ટમ અંતર્ગત ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે અને નર્મદા નદીમાં વોટર લેવલ સેન્સર અને સાયરનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્સર નર્મદાનું જળસ્તર વધશે ત્યારે એપ્લિકેશન અધિકારીઓને એલર્ટ કરશે. અધિકારીઓ જળસ્તરની સ્થિતિના આધારે જોખમનો અંદાજ લગાવી એક્શન પ્લાન ફોલો કરશે.
ભરૂચમાં વહીવટીતંત્રે આપતકાલીન પરિસ્થિતિઓનો AI ટેક્નોલોજીની મદદથી સામનો કરશે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ઔદ્યોગિક અકસ્માત અને રાજ્યની સૌથી મોટી નદી નર્મદામાં જળસ્તરના વધારા સમયે તંત્ર અને સ્થાનિકોને એલર્ટ કરી જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપશે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી દેશની કોઈ દિગ્ગ્જ આઇ ટી કંપનીઓ દ્વારા નહીં પરંતુ સ્ટાર્ટઅપને તક અને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે. આ સિસ્ટમ જળસ્તર વધવાના 8 કલાક પહેલા સ્થાનિકોને એલર્ટ કરશે. હાલમાં અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે ત્યારે ભરૂચની એલર્ટ સિસ્ટમ ધ્યાન ખેંચી રહી છે.
વર્ષ 2001માં ભૂકંપ સાથે ભરૂચની સાયરન એલર્ટ સિસ્ટમ ધ્વસ્ત થઈ હતી.
વર્ષો પૂર્વે ભરૂચના કોટ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વિક્ટોરિયા ટાવર ઉપર લગાડવામાં આવેલ સાયરન ભરૂચમાં સંભવિત હુમલા અને નર્મદાના પૂર વિશે લોકોને સાવચેત રાખતું હતું. વર્ષ 2001 ના ભૂકંપમાં આ ટાવર ધરાશાયી થવા સાથે વોર્નિંગ સિસ્ટમ પણ નાશ પામી હતી. આ બાદ ટેક્નોલોજીની મદદથી એસ એમ એસ, સોસીયલ મીડિયા અને સરકારી વાહનો દ્વારા એનાઉન્સમેન્ટની મદદથી લોકોને સાવચેત રાખવાનો પ્રયાસ કરતો હતો. ભરૂચ જિલ્લા કલેકટરે આ મેન્યુઅલ સિસ્ટમ દૂર કરી ટેક્નોલોજી સાથે કદમ મિલાવી એઆઈ આધારિત ટેક્નોલોજી ડેવલોપ કરાવી છે. આ સિસ્ટમ આપતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવામાં સરકારી તંત્રને મજબૂત બનાવશે.
સંકટ સામે લડત નહિ પણ સંકટને ટાળવાનો અમારો પ્રયાસ: તુષાર સુમેરા, કલેકટર ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સંકટ સામે લડવું અને પગલાં ભરવા કરવા સંકટને ટાળવું મહત્વનું છે. તંત્ર દ્વારા ઇ-રેવા એપ્લિકશન તૈયાર કરવામાં આવી છે. આ એપ ઉદ્યોગોના જોખમી રસાયણ, તેનો જથ્થો અને સંકટ સમયે તેનો હલ શું છે ? તેની માહિતી સ્ટોર રાખશે. અન્ય એક પાસું જોઈએતો ભરૂચમાં દરવર્ષે નર્મદાના પૂરનું જોખમ રહે છે. આ માટે નર્મદા નદીમાં અલગ – અલગ પોઇન્ટ ઉપર સેન્સર લગાડવામાં આવ્યા છે. સેન્સરના રીયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવશે જેના આધારે 8 કલાક પહેલા સંભવિત પૂરની સ્થાનિકોને એલર્ટ મળી જશે.
આ સિસ્ટમ અંતર્ગત ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે અને નર્મદા નદીમાં વોટર લેવલ સેન્સર અને સાયરનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્સર નર્મદાનું જળસ્તર વધશે ત્યારે એપ્લિકેશન અધિકારીઓને એલર્ટ કરશે. અધિકારીઓ જળસ્તરની સ્થિતિના આધારે જોખમનો અંદાજ લગાવી એક્શન પ્લાન ફોલો કરશે અને સ્થાનિકોને જાનમાલના નુકસાનથી બચાવશે.
હાલમાં ગુજરાતમાં ચક્રવાતને લઈ તંત્ર એલર્ટ છે
અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં ગુજરાતના દહેજ સાહિત્ય ઘણા બંદરો પર 1 અને 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે