સુરતના પરિવારનો યુપીના બારબંકીમાં ગોઝારો અકસ્માત, 2 બાળકો સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત છ લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા કિનારે ઊભેલા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ.
Trending Photos
સુરત: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક દર્દનાક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકો સહિત છ લોકોના મોત થયા. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર રસ્તા કિનારે ઊભેલા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ. મૃતકોમાં પતિ પત્ની અને બે બાળકો પણ સામેલ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ અકસ્માત અયોધ્યા-લખનઉ હાઈવે પર નારાયણપુર ગામ પાસે થયો.
સુરતનો હતો પરિવાર
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પરિવાર સુરતનો હતો જે વિવાહમાં સામેલ થવા માટે અયોધ્યા આવી રહ્યો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. વાહનોને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.
Six people died after their speeding car collided with a container truck parked alongside Lucknow-Ayodhya Highway in Ram Sanehi Ghat area of Barabanki early morning today, says Additional SP Purnendu Singh pic.twitter.com/wZY7MeP21a
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022
મૃતકના ભાઈએ જણાવ્યું કે અયોધ્યાના ખુદિયાપુર ગામમાં લગ્ન પ્રસંગ હતો. જેમાં સામેલ થવા માટે આખો પરિવાર જઈ રહ્યો હતો. ગામથી બસ 40 કિલોમીટર દૂર આ ગોઝારો અકસ્માત થયો. 1300 કિલોમીટરથી વધુની મુસાફરી આ પરિવારે કરી લીધી હતી પરંતુ લગ્નસ્થળથી થોડે દૂર આ અકસ્માત સર્જાઈ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે