વડોદરા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ; 15થી વધુ ટીમોએ 100થી વધુ વાહનો કર્યા ડિટેઈન
હરનીના લેક ઝોન ખાતે બોર્ડ પલટી ખાઈ જતા 12 બાળકો તેમજ બે શિક્ષિકાઓનો મોત થતા સમગ્ર રાજ્યમાં મચી ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા હવે એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ આજરોજ કરવામાં આવી હતી. સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓ અનુસાર રિટર્ન કરવામાં આવી હતી. નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાતા સ્કૂલ વાનું ને ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. કહી શકાય કે હરની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રાફિકની ડ્રાઇવ કરવામાં આવી હતી.
હરનીના લેક ઝોન ખાતે બોર્ડ પલટી ખાઈ જતા 12 બાળકો તેમજ બે શિક્ષિકાઓનો મોત થતા સમગ્ર રાજ્યમાં મચી ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા હવે એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના અનેક ખાનગી સ્કૂલોના સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાઓમાં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડી જતા સ્કૂલ વન ડ્રાઇવર ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાડતા સ્કૂલ વાહનોને ડીટેઇન કરવાની કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
વિવિધ વિસ્તારોમાં 100થી વધુ સ્કૂલ વાહનો આજરોજ ડીટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં 15 થી વધુ ટીમોએ રોડ પર ઉતરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ આપવાની સાથે સાથે જ સ્પેશિયલ ડ્રાઇવર અનુસાર નિયત મર્યાદા કરતા વધુ બાળકોને બેસાતા સ્કૂલ વાહન ચાલકોના પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં સ્કૂલ વાહનો સહિત બારદારી વાહનો પણ ડીટેઇન કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કાર્યવાહી ચાલુ રહેશે શહેરની ટ્રાફિક પોલીસની બે ટીમો રોંગ સાઈડ ડ્રાઇવિંગ ઓવર સ્પીડ સહિત સ્કૂલ વાહનો વિરોધ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમજ નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી જતા સ્કૂલ વાહનો સામે દાંડિયા કાર્યવાહી પણ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે