હેલ્મેટ અને સીટબેલ્ટનો દંડ બંધ કરો, ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રીને લખ્યો પત્ર
સુરતથી ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હેલ્મેટ અને સીટબેલ્ટના દંડના નામે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
Trending Photos
તેજસ મોદી, સુરતઃ રાજ્યભરમાં હેલ્મેટ ન પહેર્યું હોય કે સીટબેલ્ટ ન બાંધ્યો હોય તેવા લોકો પાસેથી ટ્રાફિક પોલીસ દંડ ઉઘરાવતી હોય છે. શહેરમાં અનેક લોકો હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઇવિંગ કરતા હોય છે. ત્યારે આ બાબલે લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક પણ થતી રહે છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ કહ્યુ કે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ બંધ કરવો જોઈએ.
પોલીસ ઉઘરાણા કરી રહી છેઃ કુમાર કાનાણી
સુરતથી ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હેલ્મેટ અને સીટબેલ્ટના દંડના નામે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. કુમાર કાનાણીએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને હેલ્મેટ અને સીટબેલ્ટનો દંડ બંધ કરાવવાની માંગ કરી છે.
પોલીસ ઉઘરાણા કરે છે
કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રીને કહ્યુ કે, કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. આવા સમયમાં હેલ્મેટ અને સીટબેલ્ટના દંડ બંધ કરવા જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, પોલીસ ટોળા વળીને લોકો પાસે ઉઘરાણી કરે છે. પોલીસની ઉઘરાણીથી લોકોની હેરાણગતી વધી રહી છે. કુમાર કાનાણીએ કહ્યુ કે, આ દંડ બંધ કરવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે