રાજકોટમાં ફરી એકવાર રખડતાં શ્વાનનો આતંક; ઘર પાસે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે 5થી7 શ્વાને હુમલો કર્યો હતો. ત્યારબાદગંભીર રીતે ઘવાયેલ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે, જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે.

રાજકોટમાં ફરી એકવાર રખડતાં શ્વાનનો આતંક; ઘર પાસે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

ઝી બ્યુરો/રાજકોટ: ફરી એક વખત રખડતા શ્વનાનો આતંક સામે આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં શ્વાને ચાર વર્ષની બાળકીને ફાડી ખાધી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ બાળકીનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે. ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે 5થી7 શ્વાને હુમલો કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે 5થી7 શ્વાને હુમલો કર્યો હતો. ત્યારબાદગંભીર રીતે ઘવાયેલ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે, જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે. રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી છે, પરંતુ rmc દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઇ.

વર્ષ 2022માં શહેરમાં 58 હજાર લોકોને રખડતાં શ્વાન કરડ્યાં
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 12 લાખ 50 હજાર લોકને રખડતાં શ્વાન કરડ્યા છે. એટલે કે દર વર્ષે 4 લાખ, દર મહિને 34 હજાર 700 અને દરરોજ 1150 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ હિસાબે દર 5 મિનિટે ગુજરાતમાં 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ આંકડા ચિંતાજનક છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં દર મહિને સરેરાશ 4 હજાર 800થી વધુ લોકોને શ્વાન કરડે છે. વર્ષ 2022માં શહેરમાં 58 હજાર લોકોને રખડતાં શ્વાન કરડ્યાં હતા. દર કલાકે શહેરમાં 6 લોકોને રખડતાં કૂતરાં કરડે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શહેરમાં પોણા ચાર લાખથી વધુ રખડતાં શ્વાન છે.

દર વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયા શ્વાનના ખસીકરણ પાછળ ખર્ચ
સવાલ એ છે કે આ સમસ્યા સામે તંત્ર શું કરે છે. તો તેનો જવાબ એ છે કે તંત્ર રખડતાં શ્વાનને પકડે છે અને તેમની નસબંધી કરે છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં રખડતાં શ્વાનની નસબંધી પાછળ મનપાએ 9 કરોડ 36 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે કે દર વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયા શ્વાનના ખસીકરણ પાછળ ખર્ચાય છે. તેમ છતા સમસ્યા ઠેરની ઠેર છે. જીવદયાપ્રેમીઓની જીવદયા અને તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે જનતા ભગવાન ભરોસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news