અમદાવાદના તોફાની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, ગૃહમંત્રી-પો.કમિશ્રનની બાંહેધરી

સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટનાં વિરોધમાં વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા ગુરૂવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે શહેરનાં મુસ્લિમ બહુમતીવાળાવિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે આ સરઘસ જોતજોતામાં તોફાની બન્યું હતું. તોપાની તત્વો દ્વારા પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં 12 જેટલા પોલીસ કર્મચારીઓઓ ઘાયલ થયા હતા. પોલીસ કર્મચારીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી રાણા, સહિત 12 પોલીસ જવાનો અને અધિકારીઓ ઘાયલ થયા હતા. પોલીસે તોફાનીઓને કાબુમાં લેવા માટે 20થી વધારે ટીયરગેસનાં શેલ છોડવામાં આવ્યા હતા. 
અમદાવાદના તોફાની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, ગૃહમંત્રી-પો.કમિશ્રનની બાંહેધરી

અમદાવાદ : સિટીઝનશીપ એમેડમેન્ટ એક્ટનાં વિરોધમાં વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા ગુરૂવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે શહેરનાં મુસ્લિમ બહુમતીવાળાવિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે આ સરઘસ જોતજોતામાં તોફાની બન્યું હતું. તોપાની તત્વો દ્વારા પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં 12 જેટલા પોલીસ કર્મચારીઓઓ ઘાયલ થયા હતા. પોલીસ કર્મચારીઓમાં ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી રાણા, સહિત 12 પોલીસ જવાનો અને અધિકારીઓ ઘાયલ થયા હતા. પોલીસે તોફાનીઓને કાબુમાં લેવા માટે 20થી વધારે ટીયરગેસનાં શેલ છોડવામાં આવ્યા હતા. 

રાત્રે ઘાયલ પોલીસ અને મીડિયા કર્મીઓની ખબર પુછવા માટે પોલીસ કમિશ્નર એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘાયલ પોલીસ કર્મચારીઓને ઝડપથી સાજા થવા માટેની શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ કમિશ્નરે કાફલા સાથે શાહઆલમ પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી પરિસ્થિતી અંગે માહિતી મેળવી હતી. અમદાવાદમાં અત્યાર સુધીમાં 80 લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 

પથ્થરમારામાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ
* ACP રાજપાલ રાણા, ઇસનપુર. 
* PI જે એમ સોલકી
* DCP ઝોન 6 બિપિન આહિરે
* PSI આઈ એચ ગઢવી
* ASI યાસીન મિયા
કોનસ્ટેબલ...
* ADC રાજેન્દ્રસિંહ 
* ADC ગંભીર સિંહ
* ADC શબાના રફીક હુસેન
* ADC શાબિર ફતેહ મોહંમદ
* ADC કુલદીપ હરુભા 
* ADC અશોક રાઘવ
* ADCભારતી પૂજાભાઈ
* ADC જાકિરખાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news