રાજકોટમાં કોંગ્રેસના કિસાન સેલના મંત્રી અને પત્નીની આત્મહત્યા

ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરી હતી

રાજકોટમાં કોંગ્રેસના કિસાન સેલના મંત્રી અને પત્નીની આત્મહત્યા

રાજકોટ : રાજકોટમાં પતિ-પત્નીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરમાં મહેશ્વરી સોસાયટીમાં રહેતાં પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરી હતી. શહેરના હુડકો ચોકડી પાસે આવેલી મહેશ્વર સોસાયટીમાં હરેશ શંકરભાઇ મોરડિયા તથા તેમના પત્ની રમીલાબેન મોરડિયાએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. હરેશભાઇ પ્રદેશ કોંગ્રેસના કિસાન સેલના મંત્રી હતા. તેમણે અને તેના પત્નીએ પોતાના ઘરે ઝેરી દવા પીને જીવન ટુંકાવી દીધું છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો મહેશ્વરી સોસાયટી-૨માં રહેતાં અને દૂધની ડેરી પાસે લાખેશ્વર સોસાયટી-2માં આવેલી ઓલમાઇટ સ્કૂલમાં ચારેક વર્ષથી પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતાં હરેશભાઇ મોરડીયા અને તેમના પત્નિ રમીલાબેન મોરડીયા સવારના પોણા અગિયાર સુધી બહાર ન નીકળતાં અને ઘર પણ બંધ દેખાતાં પડોશીએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે કોઇએ દરવાજો ન ખોલતાં દરવાજો તોડ્યો ત્યારે હરેશભાઇ અને તેમના પત્નિ બેડરૂમમાં પલંગ નીચે બેભાન પડેલા અને મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં મળતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરાઇ હતી. 

પ્રાથમિક માહિતી પ્રમાણે લેઉવા પટેલ યુવતિ સાથે લવમેરેજ કરનાર આ દંપતિનો પુત્ર હાલ અલગ રહે છે અને દિકરાની પત્નીએ થોડા દિવસ પહેલા જ મહિલા પોલીસમાં અરજી કરી હતી. પુત્ર-પુત્રવધૂની માથાકુટને કારણે આ પગલું ભર્યાનું હાલ પોલીસનું તારણ છે. હાલમાં સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news