બનાસકાંઠા : અંધશ્રદ્ધાના નામે 7 માસની બાળકીને ચીપિયાના ડામ અપાયા

બનાસકાંઠામાં સારવારના બહાને બાળકીને ડામને દેવાનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં બનાસકાંઠામાં ફરીથી અંધશ્રદ્ધાના ડામનો કિસ્સો સામે આવ્યો છે. લાખણીના ગણતા ગામની 7 માસની બાળકીને ડામ અપાયા છે. 
બનાસકાંઠા : અંધશ્રદ્ધાના નામે 7 માસની બાળકીને ચીપિયાના ડામ અપાયા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં સારવારના બહાને બાળકીને ડામને દેવાનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં બનાસકાંઠામાં ફરીથી અંધશ્રદ્ધાના ડામનો કિસ્સો સામે આવ્યો છે. લાખણીના ગણતા ગામની 7 માસની બાળકીને ડામ અપાયા છે. 

ઊંઝા APMCમાં ‘નારણકાકા’ના એકહત્થુ શાસનનો અંત, વિકાસ પેનલ જીત તરફ આગળ

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના લાખણીના ગણતા ગામની 7 માસની બાળકીને વરાદ થયું હતું. બાળકીને વરાદ થતાં પરિવારના લોકોએ તેની સારવાર કરાવવાને બદલે તેને ભૂવા પાસે લઈ ગયા હતા. પરિવાર બાળકીને અસાસણ ગામના ભૂવા પાસે લઈ ગયો હતો. ભૂવાએ સારવાર કરવાના બહાને બાળકીને ગરમ સળીયાથી ડામ આપ્યા હતા. જેના બાદ બાળકીની હાલત ગંભીર બનતા પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો. હાલ  બાળકીને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. બાળકીના પેટના ભાગ પર ચીપિયાના સ્પષ્ટ નિશાન જોઈ શકા છે. જેથી સમજી શકાય કે કેવી રીતે નિર્દયી ભૂવાએ બાળકીને ડામ આપ્યા હશે. 

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ 2 જૂનના રોજ બનાસકાંઠાના વાવના એક બાળકને ડામ આપતા તેનું મોત નિપજ્યું હતું. આવા અનેક બનાવો ગુજરાતમાં બનતા હોય છે, પણ ભાગ્યે જ કેટલાક કિસ્સાઓ બહાર આવતા હોય છે. વડીલો પહેલા તો ભૂવા પાસે લઈ જાય, પણ બાદમાં શરીરની પીડા વધી જતા દવાખાનાની વાટ પકડે છે. અનેક પરિવારો આવા કિસ્સાઓમાં ઢાંકપિછોડો કરતા હોય છે, અથવા તો હોસ્પિટલમાં તબીબોને ખોટી માહિતી આપે છે. અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ માસુમ બાળકો જ બનતા હોય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news