11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે

Updated By: Feb 12, 2021, 08:23 AM IST
11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
  • સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
  • ભાવિકા અત્યાર સુધી 4 જેટલી રામકથા કરીને રામ મંદિર માટે 50 લાખ જેટલા રૂપિયા એકઠા કરી ચૂકી છે

ચેતન પટેલ/સુરત :અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની 11 વર્ષીય દીકરીએ 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા નિધિ એકત્ર કર્યા અને આ રૂપિયાને રામમંદિરના નિર્માણ માટે સમર્પિત કર્યા છે. ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવિકા મહેશ્વરીએ લૉકડાઉનના સમયમાં અભ્યાસની સાથે રામાયણ પઠન અને ભગવદગીતાનું અધ્યયન કર્યું. ભાવિકાએ ભગવાન રામનો મહિમા જાણ્યો અને તેને રામકથાનું વાંચન કરવાની શરૂઆત કરી. 11 વર્ષની ઉમરે 4 રામકથા કરીને ભાવિકાએ 50 લાખની નિધિ એકત્ર કરી. ભાવિકા મહેશ્વરી વ્યાસપીઠ પર બેસી રામકથા કરે છે.હજારોની સંખ્યામાં લોકો રામકથા સાંભળે છે. ભાવિકા તેના શ્રોતાઓને પણ રામ મંદિરના નિર્માણ માટે નિધિ અર્પણની અપીલ કરે છે.

ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી છે તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્યું હતું. ત્યાર બાદ રામાયણ પઠન કરતા તેણે ભગવાન રામ વિશે વધુ જાણકારી મેળવી. આ બાદ તેણે વિચાર્યું કે હવે રામ મંદિર (ram mandir) બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમર રામકથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો. 

No description available.

ભાવિકા (bhavika maheshwari) અત્યાર સુધી 4 જેટલી રામકથા કરીને રામ મંદિર માટે 50 લાખ જેટલા રૂપિયા એકઠા કરી ચૂકી છે. આ રૂપિયા તેણે નિધિ કોષ (Ram Mandir Nidhi Samarpan) માં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે, ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે, આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામ મંદિર બનાવવા માટે આ કથામાં દાન આપી રહ્યા છે.

No description available.

ભાવિકાના પિતા રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, લોકો પોતપોતાની રીતે રામ મંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી આટલી નાની ઉંમરમાં રામકથા કરવાનો વિચાર્યું હતું. જેથી તે પણ ભવ્ય રામ મંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે આ મારી માટે ગર્વની વાત છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ભાવિકા મોબાઈલ એડિક્શન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે.

No description available.