સુરત: ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, કારણ જાણીને ધ્રાંસકો લાગશે!

Surat student Case: સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને ચકચાર મચી છે. વરાછાના દિવાળીબાગ ખાતે આવેલ શ્રીનિધિ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે.

સુરત: ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, કારણ જાણીને ધ્રાંસકો લાગશે!

સુરત: આજકાલ માતા-પિતા દ્વારા ઠપકો આપતાં બાળકો દ્વારા અંતિમ પગલું ભરવામાં આવતું હોવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઝેર પીને આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શાળાએથી મોડી આવતાં માતા-પિતાએ ઠપકો આપતા ખોટું લાગતાં વિદ્યાર્થિનીએ જિંદગી ટૂંકાવવાનું પગલું ભર્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને ચકચાર મચી છે. વરાછાના દિવાળીબાગ ખાતે આવેલ શ્રીનિધિ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનો દોડતાં થયા હતા અને વિદ્યાર્થીનીએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પરિવાર શોકમાં ડૂબી ગયો છે

વિદ્યાર્થીની વરાછા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરંતુ સ્કૂલેથી મોડી આવતાં માતા-પિતાએ પોતાની દીકરીને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતાં વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાને પગલે વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Trending news

Powered by Tomorrow.io