બહારથી આવતા ટુરિસ્ટ્થી સાવધાન, બેગમાં લઈને આવે છે મોતનો સામાન

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. હિમાચલ પ્રદેશથી ટ્રેનમાં ચરસનો જથ્થો લઈને આવેલા 19 વર્ષીય યુવકને સુરત (Surat) એસઓજીની ટીમે રેલવે સ્ટેશન નજીકથી રંગેહાથે ઝડપી પાડી હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડીને ઉઘાડી પાડી છે. રૂપિયા 4.98 લાખના 998 ગ્રામ ચરસ (drugs) સાથે ઝડપાયેલો યુવક હિમાચલ પ્રદેશમાં ટુરિસ્ટ બની ને જતો હોવાનું અને ચરસ કેરિયરનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. 
બહારથી આવતા ટુરિસ્ટ્થી સાવધાન, બેગમાં લઈને આવે છે મોતનો સામાન

તેજશ મોદી/સુરત :ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. હિમાચલ પ્રદેશથી ટ્રેનમાં ચરસનો જથ્થો લઈને આવેલા 19 વર્ષીય યુવકને સુરત (Surat) એસઓજીની ટીમે રેલવે સ્ટેશન નજીકથી રંગેહાથે ઝડપી પાડી હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડીને ઉઘાડી પાડી છે. રૂપિયા 4.98 લાખના 998 ગ્રામ ચરસ (drugs) સાથે ઝડપાયેલો યુવક હિમાચલ પ્રદેશમાં ટુરિસ્ટ બની ને જતો હોવાનું અને ચરસ કેરિયરનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. 

આ કેસ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરતનો એક વ્યક્તિ હિમાચલ પ્રદેશથી ટ્રાવેલિંગ બેગમાં ચરસનો જથ્થો સંતાડી ટ્રેન મારફતે સુરત આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સુરત રેલ્વે સ્ટેશન પાસેની કબીર હોટલની સામે જાહેર રોડ પરથી વંશ નરેન્દ્ર બંસલને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 5.48 લાખનો મુદ્દામાલ કબજે કરાય છે. 

ટ્રાવેલિંગ બેગમાં સંતાડ્યુ હતુ ચરસ
આરોપી ટ્રાવેલિંગ બેગમાં ચરસ સંતાડીને લાવતો હતો. તેની પાસેથી ચરસનો 997 ગ્રામ જથ્થો કિંમત રૂ 4,98,500 અને રોકડા 3420 તેમજ 50 હજારની કિંમતનો મોબાઈલ ફોન, અલગ અલગ ક્લરના 7 લાઈટર, સિગારેટમાં ચરસ નાખી પીવાની ભુંગળી (ફિલ્ટર) નંગ-3, WILDCRAFT લખેલ કાળી બેગ નંગ-1, કપડા ભરેલા TOMMY HILFIGER લખેલી ટ્રાવેલિંગ ટ્રોલી બેગ નંગ-1 મળી કુલ્લે રૂ. 5,48,920 નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. તેમજ ચરસનો જથ્થો આપનાર હિમાચલ પ્રદેશના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીની હિમાચલ પ્રદેશથી ચાલતી નાર્કોટિક્સની પ્રવૃતિ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હિમાચલ પ્રદેશ ફરવા જવાના બહાને ત્યાંથી પીવા માટે તેમજ સુરત શહેરમાં કોઈ ગ્રાહક મળી આવે તો તેને વેચવા માટે ચરસનો જથ્થો લાવી રહ્યો હતો. હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ચરસનો જથ્થો ઘુસાડવાના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે. ભુતકાળમાં હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, મહારાષ્ટ્રથી સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા ઘણા બધા કેસો કરવામાં આવ્યા હોવાનું એસઓજીએ જણાવ્યું છે. આરોપી વિરૂધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news